ઈલ્મા અફરોઝ પણ બાળપણથી જ ખેતીના કામમાં માતાને મદદ કરતી હતી. પરંતુ આ વચ્ચે તેણે અભ્યાસ ન છોડ્યો.
- ઈલ્મા અફરોઝની ખેતરમાં કામ કરવાથી લઈને ઓક્સફોર્ડ સુધીની સફર
- UPSCની પરીક્ષા આ રીતે પાસ કરી
- 14 વર્ષની ઉંમરમાં પિતાને ગુમાવ્યા
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક નાનકડા વિસ્તાર કુંદરકીની રહેવાસી ઈલ્મા અફરોઝે ખેતરમાં કામ કરવાથી લઈને ઓક્સફોર્ડ સુધીની સફર કરી અને પછી ન્યૂયોર્કમાં નોકરી છોડીને તેણે UPSCની સિવિલ સેવા પરીક્ષા પાસ કરી લોકોના ભલા માટે કામ કરવાનો નિર્ણય કર્યો છે.ઈલ્મા અફરોઝે ફક્ત 14 વર્ષની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવ્યા હતા. ઈલ્માના પિતાને કેન્સર હતુ. ત્યાર બાદ આખા પરિવારની જવાબદારી તેમની માતા પર આવી ગઈ. તેમણે દિકરી અને 12 વર્ષના દિકરાની દેખરેખ કરવા માટે ખૂબ સંધર્ષ કર્યો હતો. ઈલ્માની માતા ખેતી કરતા હતા અને તેજ પૈસાથી પરિવારનું ભરણ પોષણ કરતા હતા.બાળપણથી જ ખેતીના કામમાં માતાને મદદ કરતી
ઈલ્મા અફરોઝ પણ બાળપણથી જ ખેતીના કામમાં માતાને મદદ કરતી હતી. પરંતુ આ વચ્ચે તેણે અભ્યાસ ન છોડ્યો. એક રિપોર્ટ અનુસાર મુરાદાબાદથી સ્કૂલનો અભ્યાસ પુરો કર્યા બાદ ઈલ્મા અફરોઝ દિલ્હીના સેન્ટ સ્ટીફંસમાં એડમિશન લીધુ અને ફિલોસફીમાં ગ્રેજ્યુએશન કર્યું. ઈલ્મા પોતાના સેન્ટ સ્ટીફેન્સમાં વિતાવેલા વર્ષોને જીવનના સૌથી સારા વર્ષો ગણાવે છે. જ્યાં તેમણે ઘણુ બધુ શિખ્યુ.ઈલ્મા અફરોઝની મહેનતના કારણે તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્કોલરશિપ પણ મળી અને તેણે ત્યાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તેમ છતાં ગામના લોકો ખુશ થવાની જગ્યા પર તેમની માતાને કહેતા હતા કે તમારી છોકરી હાથમાંથી નીકળી રહી છે. હવે તે પરત નહીં ફરે.
અભ્યાસ કરવા અને રહેવાનો ખર્ચ સ્કેલરશિપ દ્વારા પુરો કર્યો
ઈલ્માએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે વિદેશમાં અભ્યાસ કરવા અને રહેવાનો ખર્ચ સ્કેલરશિપ દ્વારા મળી રહેતો હો. પરંતુ ત્યારે તેમની પાસે વિદેશ જવા માટે ટિકિટના પૈસા ન હતા. ત્યાર બાદ મદદ માંગવા માટે ગામના ચૌધરી દાદા પાસે તે પહોંચી અને તેમને વિદેશમાં પોતાના અભ્યાસ વિશે જણાવ્યું. ત્યાર બાદ તેમણે મદદ કરી ઈલ્મા યુકેમાં પોતાના બાકી ખર્ચા પુરા કરવા માટે બાળકોને ટ્યુશન આપતા હતા અને ક્યારેક બાળકોની દેખરેખનું કામ પણ કરતા હતા.
ન્યુયોર્કમાં સારી કંપનીમાં નોકરી મળી
પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ ઈલ્મા અફરોઝ એક વોન્લેટિયર પ્રોગ્રામમાં શામેલ થવા ન્યુયોર્ક ગઈ જ્યાં તેમણે Financial Estate કંપનીમાં એક સારી નોકરીની ઓફર મળી. પરંતુ તેમણે પોતાના દેશની સેવા કરવા માટે ભારત પરત ફરવાનુ નક્કી કર્યું. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે મારા પર અને મારી શિક્ષા પર પહેલા મારા દેશ અને મારી માતાનો હક છે.ન્યૂયોર્કમાંથી પરત ફર્યા બાદ ઈલ્મા અફરોઝે યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી. છેલ્લે ઈલ્માએ વર્ષ 2017માં 217માં રેન્ક સાથે 26 વર્ષની ઉંમરમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. જ્યારે સર્વિસ પસંદ કરવાનો સમય આવ્યો તો તેમણે આઈપીએસ બનવાનું પસંદ કર્યું અને તેમને હિમાચલ પ્રદેશ કેડરમાં આઈપીએસ નિયુક્ત કરવામાં આવ્યા.