પ્રદર્શનકારી ખેડુતોને મારવાની અપીલ કરતા હરીયાણાના CM મનોહરલાલ ખટ્ટર – વિડિયો વાયરલ !

શેર કરવા અહીં ક્લિક કરો.

હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દરેક વિસ્તારમાં એક હજાર લઠ્ઠ વાળા છે જેઓ ખેડૂતોનો ઉપાય કરશે. એક રીતે મુખ્યમંત્રી પદની પણ ગરમી ભુલ્યા હતા અને ખેડૂતો પર હુમલા કરવાની આડકરી રીતે ધમકી આપી દીધી હતી. જેને પગલે વિવાદ સર્જાયો છે.


ચંડીગઢમાં એક કાર્યક્રમમાં જ ખેડૂતો વિરૂદ્ધનું નિવેદન આપીને મુખ્યમંત્રી વિવાદોમાં ફસાયા છે. હાલ હરિયાણામાં કર્નાલમાં ગયા મહિને ખેડૂતોના માથા ફોડી નાખવાનો આદેશ આપનારા ડીએમ સામે કાર્યવાહી ચાલી રહી છે. આ સમયે 10 જેટલા ખેડૂતોના માથા પણ ફોડી નાખવામાં આવ્યા હતા. એવામાં હવે ખુદ મુખ્યમંત્રી જ ડીએમ જેવુ નિવેદન આપી રહ્યા છે. જેને પગલે ખેડૂતોમાં મુખ્યમંત્રી પ્રત્યે રોષ વધી શકે છે.

આ પણ વાંચો – મહેસાણા: ભારતીય કિસાન સંઘની સરકારને રજુઆત – સમાન સીંચાઈ દર, ટેકાના ભાવ અને રીસર્વેની કામગીરીનો નિકાલ કરવામાં આવે


સીએમ ખટ્ટરે કહ્યું હતું કે લાકડી ઉઠાવો, ઉગ્ર ખેડૂતોને તમે પણ જવાબ આપો. જાેઇ લઇશું. બે ચાર મહિના જેલમાં રહી આવશો તો મોટા નેતા બની જશો. જામીનની ચિંતા પણ ન કરતા. દરેક વિસ્તારમાં લાકડી સાથે એક હજાર લોકો તૈયાર છે. જે ખેડૂતોનો ઇલાજ કરશે. ખટ્ટરે એક રીતે ખેડૂતોની સામે લોકોને ઉશ્કેરવાનો અને હિંસાનો રસ્તો અપનાવવા ઉશ્કેર્યા પણ હતા.


તેમના આ નિવેદનનો વળતો જવાબ આપતા સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું હતું કે શરમ નેવે મુકીને ખટ્ટરે ભાજપ કાર્યકર્તાઓને લાકડીઓ હાથમાં લઇને ખેડૂતોને માર મારવા માટે ઉશ્કેર્યા હતા. ભાજપના મુખ્યમંત્રી હિંસાનો રસ્તો અપનાવી રહ્યા છે જેની અમે ટીકા કરીએ છીએ. અને માગણી કરીએ છીએ કે તેઓ તુરંત જ માફી માગે અને પોતાના બંધારણીય હોદા પરથી રાજીનામુ આપે.

(એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.