પાટીદાર યુવાનો સામેના કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલની ધમકી, ’23 માર્ચ સુધીમાં કેસો પાછા નહીં ખેંચાય તો ફરી આંદોલન’

શેર કરવા અહીં ક્લિક કરો.

— હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર MLA અને MPએ મુખ્યમંત્રીને પાટીદારો પર થયેલા કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરી હતી. પરંતુ રાજ્યની ભાજપ સરકાર માત્ર પાટીદાર સમાજને વાયદાઓ કરે છે, પણ નિર્ણય લેવાયો નથી. હાર્દિકે જણાવ્યું કે સરકાર અમને મૂર્ખ બનાવી રહી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના અણસાર મળતા જ રાજનીતિમાં ગરમાવો આવી ગયા છે. આજકાલ ભાજપમાં જોડાવા માટે કોંગ્રેસ- આપના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને કેસરિયો કરવા તલપાપડ છે. ત્યારે આજે હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આંદોલન સમયના કેસ પાછા ખેંચવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે મને યાદ છે કે એક કેસમાં 20 થી 25 લોકો હોય છે. એટલે હજુ રાજ્યના 4થી 5 હજાર પાટીદાર યુવાનો પર કેસ યથાવત છે. કોર્ટમાં તારીખો, પોલીસ સ્ટેશનના ધક્કા જેવી અનેક પરિસ્થિતિઓમાંથી નીકળવું પડે છે.

તેમણે જણાવ્યું કે, મને યાદ છે કે જ્યારે વિજયભાઈને હટાવ્યા ત્યારે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ખોડલધામના નરેશ પટેલની આગેવાની હેઠળ પાસ કાર્યકરો સહિત અને અગ્રણી સંગઠનોની હાજરીમાં સીએમને મળીને કેસ પાછા ખેંચવા મુદ્દે વાતચીત કરી હતી. ત્યારે એકાદ મહિનામાં કેસ પાછા ખેંચવા વિશે નિર્ણય લેશું તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. એના 10 દિવસ પછી સીઆર પાટીલને મળ્યા બાદ પાટીદાર કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. રાજ્યની ભાજપ સરકાર પાટીદાર સમાજને ભ્રમિત અને ગુમરાહ કરવાની કોશિશ કરી રહી છે.

–ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ માં પાટીદાર કેસ વિશે શું કહ્યું?

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર MLA અને MPએ મુખ્યમંત્રીને પાટીદારો પર થયેલા કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરી હતી. પરંતુ રાજ્યની ભાજપ સરકાર માત્ર પાટીદાર સમાજને વાયદાઓ કરે છે, પણ નિર્ણય લેવાયો નથી. હાર્દિકે જણાવ્યું કે સરકાર અમને મૂર્ખ બનાવી રહી છે. મારો કેસ છોડીને બાકીના કેસ પાછા ખેંચો. હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું કેસ પાછા ખેંચો. કેસ પાછા નહીં ખેંચાય તો 23 માર્ચથી ફરીથી આંદોલન કરીશું. ગુલાબના ફૂલથી લઇને ધરણાં સુધીના કાર્યક્રમો કરીશું. આંદોલનથી રાજ્યના અનેક લોકોને ફાયદો થયો છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મારી વાતને વિનંતી કે ચેતવણી સમજવી એ સરકારનો નિર્ણય છે. હુ નેતા કે કોગ્રેસના નેતા તરીકે નહી આંદોલન કારી તરીકે કહું છું. આંદોલન શરૂ થયું ત્યારે સવાલ હતો કે આંદોલન સફળ થશે કે કેમ? આ આંદોલનમાં અસંખ્ય કેસ થયા. અમારા આંદોલનના કારણે અનેક વિદ્યાર્તીઓને ફાયદો થયો છે. જેમાં રાજ્યના 50 હજાર યુવાનોએ 10 ટકા અનામત અને બિન અનામત આયોગના લાભ લીધા છે. ગુજરાતના તમામ સમાજને આંદોલનનો લાભ મળ્યો છે. માર્ચ 2017 પછી મુખ્યમંત્રીએ કેસ પાછા ખેંચવાની વાત કરી હતી. આનંદીબેન ના નેતૃ

ત્વમાં 140 કેસ પરત ખેંચાયા તે બદલ ધન્યવાદ.પરંતુ હજુ 190 થી 200 કેસ યથાવત છે

જેમાં ચારથી પાંચ હજાર પાટીદાર યુવાનો પર કેસ નોંધાયેલા છે. હાર્દિક પટેલે ઉમેર્યું કે વિજય રૂપાણીના શાસનમાં ચર્ચા થઇ પણ કોઇ કેસ પરત ન ખેંચાયા.. ભુપેન્દ્ર પટેલના સીએમ બન્યા બાદ ફરી કેસ પરત ખેંચવાની વાત થઇ પણ હજુ કેસ પરત થયા નથી. રાજ્યની ભાજપ સરકાર રાજ્યને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે. જો સરકારને હાર્દિકનો કેસ નડતો હોય, તો મારા સિવાયના પાટીદાર યુવાનોના કેસ પરત ખેંચે.

હાર્દિકે ઉમેર્યું કે, સરકારને સીધી આંગળીએ ઘી નિકાળતાં તકલીફ લાગે છે. જો એમ નહીં થાય તો 23 માર્ચથી રાજ્યવ્યાપી આંદોલન કરીશું. રાજ્યના પાટીદાર ધારાસભ્યો અને સાંસદોને ગુલાબનું ફુલ આપી કેસ પરત ખેંચવાના આંદોલનમાં જોડાવા અપીલ કરીશું. 1 લી માર્ચથી કાર્યક્મની શરૂઆત થશે. 6 માર્ચે શહિદ પરિવારને સાથે રાખી સંવાદ કાર્યક્મ કરીશુ.

તેમણે જણાવ્યું હતું કે, 23 માર્ચથી જે આંદોલન 2017 પહેલાં 2015 માં થયું હતું તેવું આંદોલન થશે. કરણી સેના દ્વારા જે કેસ થયા હતા તે કેસ પ્રદિપસિંહ ગૃહ મંત્રી હતા ત્યારે કેસ પરત ખેંચાયા હતા. રાજ્યસ્થાનમાં કોગ્રેસ સરકારે ગુર્જર આંદોલનના કેસ પરત ખેંચ્યા હતા. પંજાબ સરકારે પણ આંદોલનકારી પરના કેસ પરત ખેંચ્યા છે.તો પાટીદાર યુવાનો પર  થયેલા કેસ પરત ખેંચવા જોઇંએ. સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કેસ પરત લેવા વિનંતી છે. જો અમે સ્વાર્થી હોત તો 10 ટકા અનામત મળ્યા બાદ પણ આંદોલન ચાલુ રાખત. પોલીસ કેસના કારણે યુવાનોને નોકરી નથી મળતી અને વિદેશ જઇ શકતા નથી. સી આર પાટીલના ઇશારે સાંસદ સભ્યો મુખ્યમંત્રીને મળ્યા છતાં કેસ પરત લેવાતા નથી તેવો આરોપ મૂકીને ખળભળાટ મચાવ્યો હતો.

હાર્દિકે જણાવ્યું કે, મંદિર માટે જમીન આપી કે ફાઇલ પાસ કરી સમજાવી દેશે એમ હવે નહી થાય. જરૂર પડશે તો કોંગ્રેસના કાર્યકારી તરીકે રાજીનામું આપીને પણ આંદોલનમાં જોડાઇશ. માત્ર પાટીદાર સમાજનો દુર ઉપયોગ થઇ રહ્યો છે. ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ ભાજપાના ધારાસભ્ય છે, તેમને વિનંતી કે તેઓ સરકારને રજુઆત કરે, અને જો તેમની રજુઆત સરકાર ન સાંભળતી હોય તો તે રાજીનામું આપે.

નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના અણસાર મળતા જ રાજનીતિમાં દરરોજ ચઢાવ ઉતાર આવે છે. ત્યારે રવિવારે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે રાજકોટની મુલાકાતે હતા. અહીં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકાર નિષ્પક્ષ એજન્સી પાસે જો તપાસ કરાવે તો રાજકોટનાં કમિશ્રરે 1 હજાર કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવી હોવાનું સામે આવી શકે છે. પોલીસ કમિશ્નરનું ઘર ભરવા માટેની સોપારી ક્રાઇમબ્રાંચ અને તેના ચાટુ પોલીસ અધિકારીઓએ લીધી હતી. મનોજ અગ્રવાલે પોતાનાં ઘરે પાળેના શ્વાનનું નામ પણ પ્રેસિડેન્ટ રાખ્યું છે. જે બંધારણની વિરુદ્ધનું તો છે જ સાથે સાથે તેની માનસિકતા પણ જણાવે છે. તે કોઇને કંઇ પણ ગણતા નથી. કમિશ્નર પોતાનાં શ્વાનને 50 લાખથી પણ વધારેના ઘરેણા પહેરાવે છે. આ એક પોલીસ કમિશ્નર પાસેથી કઇ રીતે આવ્યું?

જયરાજસિંહના રાજીનામા અંગે તેણે જણાવ્યું કે, સત્તાનાં જોરે સત્તાની આશાએ અનેક લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ભુતકાળમાં જોડાઇ ચુક્યાં છે. તેમની સ્થિતિ શું છે તે સૌકોઇ જોઇ શકે છે. આગામી દિવસોમાં ભાજપમાંથી પણ અનેક લોકો કોંગ્રેસમાં આવી શકે છે. જયરાજસિંહ અત્યારે ભલે કોંગ્રેસ પર આક્ષેપો કરી રહ્યા હોય પરંતુ આ જ કોંગ્રેસના તેઓ છેલ્લા 13 વર્ષથી મુખ્યપ્રવક્તા હતા. 3-3 વખત જિલ્લા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયત સમિતીમાં અનેકવાર યોગ્ય સ્થાન અપાઇ ચુક્યું છે. તેમના પુત્ર પણ NSUI ના નેતા હતા. તેમને જનતાની જ સેવા કરવી હોય તો ભાજપ શું કે કોંગ્રેસ શું.

હાર્દિક પટેલે રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે, રાજકોટના એક બુટલેગરની ધરપકડ કરી અને તેની પાસેથી તોડ માટે પૈસા માગ્યા પણ બુટલેગર પૈસા ન હોવાનું કહેતા પોલીસ 1 હજાર પેટી દારૂ મંગાવ્યો હતો. પોલીસે જાતે જ દારૂ વેચ્યો હતો. રાજકોટ પોલીસ કમિશ્નર અને ભ્રષ્ટ અધિકારીઓનાં કારણે સમગ્ર ગુજરાતની પોલીસ પર છાંટા ઉડ્યા છે. આવા કમિશ્નર પર તત્કાલ કાર્યવાહી કરવી જોઇએ.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.