ભાજપની ગુલામીથી ગુજરાતને આઝાદ કરવા હાર્દીક પટેલે હાંકલ કરી: કોન્ગ્રેસ સ્થાપના દિન

શેર કરવા અહીં ક્લિક કરો.

આજે ભારતીય રાષ્ટ્રીય કોન્ગ્રેસ  પાર્ટીનો 136 મો સ્થાપનાદીન છે. આ દિવસ નિમિત્તે કોન્ગ્રેસ પાર્ટીના બધા નાના મોટા નેતા/કાર્યકર્તાઓ સ્થાપનાદિને આઝાદીના સંઘર્ષને યાદ કરી રહ્યા છે. કોન્ગ્રેસના સ્થાપના દિને ગુજરાત કોન્ગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાએ પોતાના વિડિયો બ્લોગમાં કહ્યુ હતુ કે, 28 ડીસેમ્બર 1885 નો દિવસ ઈતીહાસમાં સવર્ણ અક્ષરોથી લખાઈ ચુક્યો છે. કોન્ગ્રેસની સ્થાપના સત્તા માટે નહી પણ દેશને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરવા માટે થઈ હતી. અમને આજે ગર્વ છે કે અમે એ પાર્ટીના સભ્ય છીયે જે પાર્ટીના નેતાઓએ દેશની જનતાને અગ્રેંજી હુકુમતથી ડર્યા વગર લાંબી લડાઈ લડીને આઝાદ કરાવ્યા. 

ગુજરાત કોન્ગ્રેસના વરીષ્ટ નેતા અર્જન મોઢવાડીયાએ પણ ટ્વીટ કરી કોન્ગ્રેસના સ્થાપના દિને શુભકામનાઓ વ્યક્ત કરી હતી. તેમના ટ્વીટમાં તેમને કહ્યુ હતુ કે સ્વતંત્ર સંગ્રામથી લઈ પ્રગતીશીલ ભારતને વિશ્વમાં સ્થાપીત કરવા માટે લાખો નામી-બેનામી લોકોનુ યોગદાન રહ્યુ છે.

કોન્ગ્રેસના યુવા પાટીદાર ચેહરા હાર્દીક પટેલે પોતાના વીડીયો બ્લોગમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંદેશો આપ્યો હતો કે, કોન્ગ્રેસની સ્થાપના દેશને આઝાદ કરવા માટે થઈ હતી. આઝાદી બાદ પણ કોન્ગ્રેસ ભારતને મજબુત કરવા માટે સતત પ્રયત્નો જારી રાખ્યા હતા. હાર્દીક પટેલે કોન્ગ્રેસના તમામ કાર્યકર્તાને સંદેશો આપ્યો હતો કે, આપણી પાર્ટીના પુર્વજ અંગ્રેજોની વિરૂધ્ધમાં લડ્યા હતા હવે ચોરો સામે લડવાનો સમય છે. તેમને આ ચોર શબ્દ ભાજપ માટે કર્યો હતો. તેમને વધુમાં ઉમેર્યુ હતુ કે, જે સત્તા વર્તમાન ભારતની વ્યવસ્થાને ખતમ કરવા માટે પ્રયાસો કરી રહી છે એવી સત્તા વિરૂધ્ધ લડવાનુ છે અને ભારતની આત્માને બચાવવાનુ કામ કરવાનુ છે.

હાર્દીક પટેલે કોન્ગ્રેસના સ્થાપના દિને  ભુતકાળમાં કોન્ગ્રેસે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. જેમાં તેમને ગણોતધારો પસાર કરી નાના સીમાંત ખેડુતોને જમીન માલીક બનાવ્યાનુ યાદ કરાવ્યુ હતુ. અમુલ ડેરી, પ્રાથમીક શાળાઓ,સહકારી સંસ્થાઓ, વાપી-અંકલેશ્વર જેવી ઔધોગીક વસાહતો,એશીયા સૌથી મોટી સીવીલ જેવા કામ કોન્ગ્રેસ કર્યા હોવાનુ યાદ અપાવ્યુ હતુ. 

ભાજપે અબજો રૂપીયાન ભ્રષ્ટાચાર આચરી ગાંધી- સરદારના ગુજરાતને બદનામ કરવાનુ કામ કર્યુ છે, શીક્ષાનુ પ્રાઈવેટાઈઝેશન,બેરોજગારી, સરકારી સ્કુલ,હોસ્પીટલો બંધ કરાઈ રહી છે,ખેડુતોને ધીરાણ , પાક વિમો મળતો નથી, ખેડુતો આત્મહત્યા કરવા મજબુર બન્યા છે, પોલીસ અધિકારીઓ જનતા પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા છે, ગૌચર જમીન ઉધોગપતીને હવાલે કરાઈ રહી છે એવા આરોપ લગાવી હાર્દીક પટેલે ભાજપને આડે હાથ લઈ કોન્ગ્રેસને વધુ મજબુત બનાવી ગુજરાતને ભાજપની ગુલામી માંથી આઝાદ કરવાની હાંકલ કરી હતી. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.