કડીના મલ્હારપુરા ચાર માળીયામાં રહેતી એક મહિલાએ પરિવારના ત્રાસથી કંટાળી એસીડ ઘટઘટાવ્યુ હતુ. એસીડ પીવાથી મહિલાની હાલત લથડતા તેને અમદાવાદની સીવીલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યા તેની હાલત ગંભીર જણાઈ રહી છે.
કડીનાં મલ્હારપુરા વિસ્તારના એક પરિવારમાં પારાવાર મહિલા ઉપર માનશીક શારીરક ત્રાસ ગુજારતા હતા. જેમાં કૈલાશબેન ઉપર તેના પતી,સાસુ,જેઠાણી ભેગા મળી તેના વારંવાર મારપીટ તથા માનશીક ત્રાસ આપવાનુ કામ કરતા હતા. પરંતુ મહિલાએ તેનુ ઘર ભાગે નહી એ માટે તેને આ વાતની જાણ કોઈને કરી નહતી. પરંતુ માનશીક – શારીરક ત્રાસની હદ વટી જતા પરિણીતાએ કંટાળી એસીડ પી ને પોતાનુ જીવન ટુંકાવાનો પ્રસાય કર્યો હતો. મહિલાએ ગઈ કાલ સવારે 6 વાગે એસીડ પી જતા તેને બાદમાં હોસ્પીટલમાં ખસેડવમાં આવી હતી.
આ પણ વાંચો – લાડોલ: પાડોશની યુવતીને રોટલી બનાવવા બોલાવી આચર્યુ દુષ્કર્મ
ડોક્ટરોના જણાવ્યા અનુસાર એસીડ પી જવાથી મહિલાની અન્નનળીઓ,સ્વાસનળી,લીવર ઉપર ગંભીર અસરો થઈ હતી. જેથી હોસ્પીટલમાં મહિલા જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. આ મામલે કડી પોલીસ સ્ટેશને મહિલાના પતી,સાસુ તથા જેઠાણી વિરૂધ્ધ 498(ક), 323,504,114 મુજબ ગુનો નોંંધી કાર્યવાહી હાથ ધરી હતી.