થરા સાંઈ ટાઉન શિપ માં શિક્ષણ મંત્રી દ્વારા હરહર તિરંગા અભિયાન શરૂ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત કાંકરેજ  : સમગ્ર રાષ્ટ્ર આઝાદીના 75 માં વરસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આહવાન ને લઇ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે ત્યારે સાંઈ ટાઉન શીપ થરા દેશભક્તિના રંગે રંગાયો છે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહજી વાઘેલા ની અધ્યક્ષતામાં કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે  થરાની  આગવી ઓળખ સમી સાંઈ ટાઉન શીપ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સોસાયટીના રહેશો દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંત્રીશ્રી યાત્રામાં જોડાઈ ઘેર ઘેર તિરંગા અર્પણ કરી ગોગા મહારાજના મંદિરે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભક્તિના આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજ સિંહ વાઘેલા અનુભા વાઘેલા થરા શહેર ભાજપ કનુભાઈ ઠક્કર નિરંજનભાઇ ઠક્કર જેણુભા વાઘેલા રસિકભાઈ પ્રજાપતિ એમ કે વાઘેલા વિક્રમસિંહ વાઘેલા તેમજ ભાજપના અનેક બધા અધિકારીઓ જોડાયા હતા સોસાયટીના ઉત્સાહી પ્રમુખ બનેસીહ દરબાર માવજીભાઈ સુથાર જગદીશભાઈ ગોસ્વામી સોમાભાઈ પ્રજાપતિ રાજુભાઈ વકીલ બળદેવભાઈ પંડ્યા રાજુભાઈ સોલંકી સૉરાબજી ઠાકૉર નિકુલ પ્રજાપતિ ડોક્ટર સત્યપ્રકાશ ભરવા અશોક પ્રજાપતિ શૈલેષ પ્રજાપતિ ઘનશ્યામભાઈ ઠક્કર ચંપુભા વાઘેલા ખેતારામ જોશી તેમજ સોસાયટીના તમામ રહીશૉ વડીલો માતાઓ બહેનો બાળકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો સમગ્ર સોસાયટી દેશભક્તિના રંગે રંગાઈ હતી કાર્યક્રમનું સફળ સંચાલન બળદેવભાઈ પંડ્યા એ કર્યું હતું. આભાર વિધિ જગદીશભાઈ ગૌસ્વામી એ કરે કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી

તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.