ગરવી તાકાત મેહસાણા: ઇન્ડીયન સાયકલ કલબ મહેસાણા દ્વારા ૨ જી જાન્યુઆરી ના સતત બીજા વર્ષે ૧૮૩ કિ.મિ ની “ગુરુશિખર ચેલેન્જ” સાયકલ રેસ નું આયોજન કરવામાં આવ્યું. આ રેસ માં મહેસાણા થી ગુરુશિખર ૧૮૩ કિ.મિ. સાયકલ ચલાવવા ની હોય છે.આ સાયકલ રેસ સવારે ૫ વાગ્યે મહેસાણા થી શરૂ કરી અને સાંજે ૫ વાગ્યા પહેલાં ગુરુશિખર પહોંચવાનું હોય છે. ગુજરાત માંથી ૫૮ સાયકલિસ્ટસ એ ભાગ લીધેલ જેમાં ત્રણ મહિલાઓ હતી. જેમાંથી ૩૧ લોકો જ કટ-ઓફ સમય માં પુરું કરી શકેલ.
આ અતિ મુશ્કેલ રેસમાં લગભગ ૧૫૦ કિ.મિ પ્રમાણમાં સપાટ રોડ પર સાયકલ ચલાવી બાકીના ૩૩ કિ.મિ. માઉન્ટ આબુ અને ગુરુશિખર ના સતત ચઢાણ વાળા રસ્તા માં લગભગ ૧૯૦૦ મિ નું ચઢાણ ચડવાનું હોય છે. આ રેસ માં સૌ પ્રથમ આવનાર શ્રી યોગેશભાઈ એ આ રેસ ૬ કલ્લાક ૫૫ મીનીટ માં પુરી કરી હતી. આ રેસમાં ભારતનાં રાષ્ટ્રીય કક્ષાના સાયકલીસ્ટો એ ભાગ લીધેલ. આ રેસ ને સફળ બનાવવા ઇન્ડીયન સાયકલ કલબ ના ૪૦ જેટલા વોલેન્ટીયર્સ એ સવાર ના ૪:૩૦ થી સાંજ ના ૫ સુધી સેવાઓ આપી. વિજેતાઓ ના નામ નીચે મુજબ છે.૧૮-૩૯ વર્ષ પુરુષ કેટેગરી માં
૧. યોગેશ કટારિયા, સૂરત૨. માનવ, સુરત૩.કેદાર,વડોદરા૪૦-૫૯ વર્ષ પુરુષ કેટેગરી માં૧. મુકેશ પટેલ, મહેસાણા૨. જસપાલ ચૌધરી, મહેસાણા૩. ડો. નિર્ભય દેસાઈ, મહેસાણા૬૦ + પુરુષ કેટેગરી માં૧. પિયૂષભાઈ શાહ, અમદાવાદ૪૦ + લેડીઝ કેટેગરી માં૧. ડો. હેતલ, સૂરત