એમેચ્યોર યુથ કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સબ જુનિયર સિનિયર કબડ્ડી સ્પર્ધા નું આયોજન ગત 29 થી 31 ઓક્ટોબર ના રોજ રાજસ્થાન ના જયપુર માં કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ની કબડ્ડી ની ટીમે પણ ભાગ લીધો હતો. આ પ્રતીયોગીતામાં ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ ગુજરાત મહિલા કબડ્ડી ટિમ પ્રથમ સ્થાને ગોલ્ડ મેડલ અને નેશનલ ચેમ્પિયનશિપ માં તૃતિય સ્થાને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ગુજરાત મહિલા કબડ્ડી ટિમ માં બનાસકાંઠા જિલ્લા ના થરાદ તાલુકા ના સણાવિયા ગામની દીકરી વંદનાબેન પટેલ (ચૌધરી) એ ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી ગુજરાત સમાજ અને ગામનું નામ રોશન કર્યું છે. આ કબડ્ડી ટિમને ટિમના કોચ કુંદન ગાયકવાડ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સારું પ્રદર્શન કરનાર અને મેડલ પ્રાપ્ત કરનાર આ કબડ્ડી ટિમને ગુજરાત ફેડરેશનના પ્રમુખ નોમાનખાન દ્વારા પ્રમાણ પત્રો અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.