વડોદરા કલેક્ટરને આવેદન આપતા GETA ના સદસ્યો

ગરવી તાકાત, વડોદરા

 GFTA મતલબ ગુજરાતી ફિલ્મ ટેલિવિઝન એન્ડ ઇવેન્ટ એસોસિએશ દ્વારા નવરાત્રીની મંજૂરી માટે માંગણી કરવામાં આવી
 ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલની રેલી અને પ્રવાસ તેમજ કોંગ્રેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પણ સભા યોજાતી હોય તો કલાકારોની રોજગારી માટે નવરાત્રીની મંજૂરી રાજ્ય સરકારે આપવી જોઈએ તેમ જણાવેલ.

કોરોનાની મહામારીને પગલે સમગ્ર દેશ લોકડાઉન બાદ અનલોકના સમયગાળા લોકડાયરાના કાર્યક્રમો અને શુટિંગ બંધ રહેતા હજારોની સંખ્યામાં કલાકારોની આર્થિક પરિસ્થિતિ કથળી છે ત્યારે સૌ કલાકારો નવરાત્રીની આશા પર બેઠા છે. જો ગુજરાતમાં નવરાત્રીની મંજૂરી મળે તો હજારો ની સંખ્યામાં કલાકારો , સંગીતકારો સાજિંદા વાદકો તેમજ ઓર્ગેનાઇઝરો સાઉન્ડ સંચાલકોને રોજગારી મળી શકે તેમ છે.

કોરોના ની ગાઇડલાઇન પ્રમાણે દરેક ક્ષેત્ર ના ધંધા રોજગારને છૂટછાટ આપવામાં આવી છે, તો કલાક્ષેત્રમાં પણ છૂટછાટ આપવી જોઈએ.અને નવરાત્રીની મંજૂરી પણ આપવી જોઈએ. GFTA ના પ્રદેશ પ્રમુખ રાજેશ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની રેલી અને પ્રવાસ તેમજ કોંગ્રેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પણ સભા પણ યોજાતી હોય તો કલાકારોની રોજગારી માટે નવરાત્રીની મંજૂરી રાજ્ય સરકારે આપવી જોઈએ.
આગામી સમયમાં રાજ્ય સરકાર કલાકારોના હિત માટે નિર્ણય લેવામાં આવે તેવી આશા રાખીએ છે. જો કલાકારોના હિતમાં રાજ્ય સરકાર સંવેદના નથી દાખવતી તો આગામી દિવસો માં રાજ્ય વ્યાપી કલાકાર બચાવો આંદોલનની શરૂઆત કરવામાં આવશે,તેમ આવેદન કરી જણાવ્યુ હતુ.

Contribute Your Support by Sharing this News: