— જિલ્લા વહીવટીતંત્ર અને કર્મચારી મોટી સંખ્યામાં રહ્યા હાજર :
— મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત બહેનો ને કીટ નું કરાયું વિતરણ :
ગરવી તાકાત પાટણ : ગુજરાત સરકાર દ્વારા સરકારે કરેલા વિકાસ કાર્ય ની વિકાસ યાત્રા વંદે ગુજરાત વિકાસયાત્રા તરીકે ગુજરાત ના ગામ
ડે ગામડે ફરી રહી છે અને લોકો વચ્ચે જઇને સરકારશ્રી કરેલા વિકાસના કાર્યો લોકો સમક્ષ મૂકવામાં આવી રહ્યા છે.

ત્યારે આ યાત્રા સરસ્વતી ના સરીયદ તેમજ સાંપ્રા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રા આવી પહોંચી હતી.વિવિધ બેનરો તેમ જ પોસ્ટરો સાથે ટેલિવિઝન મારફતે લોકો માટે સરકા
રે કરેલી કામગીરી તેમજ સરકારશ્રીની યોજનાઓ સહાયો યોજનાઓનો લાભ લેવા માટે શું કરવું

તેની ચર્ચાઓ તેમજ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈ.સી ડી એસ ગૌરીબેન સોલંકી મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી
આરોગ્ય અધિકારીશ્રી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ચૈતાલી બેન ચૌધરી મુખ્યસેવિકા શાંતાબેન ચૌધરી સાથે આરોગ્ય વિભાગનો સ્ટાફ શિક્ષણ વિભાગનો સ્ટાફ આંગણવાડી કાર્યકર તેડાગર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે આઈ સી ડી એસ તરફથી વાનગી હરીફાઈ બાળ તંદુરસ્તી ની હરીફાઇ યોજવામાં આવી હતી સાથે ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ