વિસનગરના જનપ્રિય ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની પ્રેરણા અને સહયોગથી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા વિસનગર ખાતે બહેનોના વૈચારીક વક્તવ્યનો કાર્યક્રમ શક્તિપથ ” સ્ત્રી જીવનની દિશા” આયોજન કરવામાં આવ્યો જેમાં પ્રખ્યાત લેખક અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા બહેનોના મનની સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ભાજપા મહિલા મોરચાના પ્રમુખ ડો.દિપીકાબેન સરડવા, પ્રખ્યાત ચિકિત્સક ડો. સ્મિતાબેન જોષી દ્વારા પણ બહેનોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે ભાજપા વિસનગર તાલુકા અને શહેરના હોદ્દેદારો,યુવા બોર્ડ ના હોદ્દેદારો જિલ્લા-તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકાના કોર્પોરેટરઓ,અધિકારીઓ અને વિસનગરના શ્રેષ્ઠી બહેનો ઉપસ્થિત રહ્યા. આવા અદભુત કાર્યક્રમની ભેટ આપવા બદલ વિસનગરના માનનીય ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.