ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત

શેર કરવા અહીં ક્લિક કરો.

કેવી રીતે આવેદન કરવું, ક્યાંથી કરવું, કયો છેલ્લો દિવસ છે તમામ માહિતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે 

પોલીસ ભરતી માટે ઉમેદવારે ગુજરાત સરકારની અધિકૃત ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું પડશે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 22 – સરકારી નોકરી દરેક યુવાઓના ખ્વાબ હોય છે. તેમાં પણ પોલીસ વિભાગમાં નોકરી મળે તેની રાહ અસંખ્ય યુવકો જોતા હોય છે. ત્યારે ગુજરાતના યુવાઓનું પોલીસમાં નોકરીનુ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. કારણ કે, ગુજરાત પોલીસમાં ધોરણ 12 અને ગ્રેજ્યુએટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસમાં ભરતી થવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ માટે કેવી રીતે આવેદન કરવું, ક્યાંથી કરવું, કયો છેલ્લો દિવસ છે તે તમામ માહિતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

ગુજરાત પોલીસમાં 472 PSI સહિત 12472 પોલીસકર્મીઓની ભરતી કરાશે, ફક્ત ઓનલાઇન જ  કરી શકાશે અરજી - Gujarat Mirror

પોલીસ ભરતી માટે મહત્વની માહિતી –  ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે છેલ્લો દિવસ 30 એપ્રિલ, 2024 સુધીનો છે. લાયક તથા ઈચ્છુક ઉમેદવારે ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. જે માટે ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.

ઉમેદવારની યોગ્યતા કેટલી – ગુજરાત પોલીસમાં ભરતી માટે ધોરણ 12 અને ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે. પોલીસમાં ભરતી માટે ઉમેદવાર ધોરણ12 પાસ હોવો જરૂરી છે. સબ ઈન્સ્પેક્ટરના પદ માટે ગ્રેજ્યુએટની લાયકાત જરૂરી છે.

ઉંમર કેટલી –  કોન્સ્ટેબલના પદ માટે અરજી કરનારાની લઘુત્તમ વય 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. તો એસઆઈના પદ માટે ભરતી થવા માટે 20 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદા 35 વર્ષ સુધીની છે. તો અનામત ઉમેદવારોને આ વયમર્યાદામાં નિયમાનુસાર છુટછાટ આપવામાં આવી છે.

કેવી રીતે અરજી કરવી – પોલીસ ભરતી માટે ઉમેદવારે ગુજરાત સરકારની અધિકૃત ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું પડશે. અહી પોલીસ ભરતીના ફોર્મમાં જે પદ માટે અરજી કરવા માંગતા હોવ તે પદ માટે સિલેક્ટ કરીને તમામ જરૂરી માહિતી ભરી દેવી. અંતે ફી ભરીને ફોર્મ સબમિટ કરવું. ફોર્મ સબમિટ કરતા પહેલા એકવાર બરાબર ચકાસી લેવું. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને સંભાળી મૂકવી.

ફી કેટલી છે – લોકરક્ષક જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા અને પીએસઆઈ-એલઆરડી માટે 200 રૂપિયા ફી નક્કી કરાઈ છે. તેમજ એસસી, એસટી, ઈડબલ્યુએસ, ઈબીસી વર્ગના ઉમેદવારોને કોઈ ફી ચૂકવવાની નથી.

શેર કરવા અહીં ક્લિક કરો.

One thought on “ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit exceeded. Please complete the captcha once again.

You cannot copy content from this website.