રાજ્યમાં IAS સાથે IPS અધિકારીઓમાં પણ કોરોના સંક્રમણ વકર્યુ છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણોને લીધે ભાટીયા હોમ આઇસોલેટ થયા છે.
બીજી બાજુ, વડોદરાના વધુ એક ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયાં છે. કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ અને એમનો પરિવાર કોરોનાથી ચેપગ્રસ્ત થયો છે. અગાઉ શૈલેષ સોટ્ટા, યોગેશ પટેલ પણ કોરોનાની લપેટમાં આવ્યા હતા. જ્યારે સાબરમતી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયાં છે. એક સપ્તાહમાં અડધા ડઝનથી વધુ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો સંક્રમિત થયાં છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ગઇકાલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9,941 કેસ નોંધાયા હતા. બીજી તરફ 3449 દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,31,855 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.92 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 4 મોત થયા હતા. ગઇકાલે 3,02,033 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું
[News Agency]