ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા 472 પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) સહિત વર્ગ-3ના 12,472ની જગ્યાઓ માટે ભરતી

April 3, 2024

પોલીસ બોર્ડ ભરતીના આ સમાચારમાં આપેલી વેબસાઇટ પર કલીક કરશો એટલે ખુલી જશે ઓનલાઇન ફોર્મ  

PSI-લોકરક્ષકની ભરતી માટે ઑફલાઈન પરીક્ષા લેવાશે. 4 એપ્રિલથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે

ઉમેદવારો 4 એપ્રિલ, 2024 બપોરે 3 વાગ્યાથી 30 એપ્રિલ, 2024 રાતે 11:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે

ગરવી તાકાત ગાંધીનગર તા. 03 – લાંબા સમયથી જે અંગે રાહ જોવાઈ રહી હતી આવી ગઈ એ અંગેની માહિતી. ગુજરાત સરકારમાં પોલીસ વિભાગમાં ભરતી થવા માટે યુવાનો ભારે મથામણ કરતા હોય છે. ત્યારે ગુજરાત સરકારના પોલીસ ભરતી બોર્ડના ચેરમેને એક મહત્ત્વની જાણકારી આપી છે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે લોકરક્ષક અને પીએસઆઈની ભરતી અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતથી લાખો યુવાનોની આતુરતાને એક મોટી રાહત મળી છે.

Big Breaking: ખાખી તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વની અપડેટ, PSI તથા  લોકરક્ષક ભરતીની પરીક્ષા આ રીતે લેવામાં આવશે - gujarat police recruitment on  12000 posts PSI and LRD ...

PSI-લોકરક્ષકની ભરતી માટે ઑફલાઈન પરીક્ષા લેવાશે. 4 એપ્રિલથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષકની ભરતી માટેની પરીક્ષા ઑફલાઈન લેવામાં આવશે. આ માટે 4 એપ્રિલથી ઉમેદવારો ઑનલાઈન અરજી કરી શકશે.

 લોકરક્ષક ભરતી મેં 2025 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે પીએસઆઇ ભરતીમાં એક પ્રશ્નપત્ર નિબંધલક્ષી હોવાથી થોડો વધુ સમય લાગી શકે.‌ તે ભરતી ઓગસ્ટ કે સપ્ટેમ્બર 2025 માં પૂર્ણ થઈ શકે તેવું જણાય છે.

આ અંગે IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. જેમાં જણાવ્યું છે કે, PSI તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે. જે પૈકી લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે. જ્યારે PSI ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે. લોકરક્ષક ભરતી મે-2025 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. જ્યારે પીએસઆઈ ભરતીમાં એક પ્રશ્ન પત્ર નિબંધલક્ષી હોવાથી થોડો વધુ સમય લાગી શકે છે. આથી આ ભરતી ઓગસ્ટ કે સપ્ટેમ્બર 2025 સુધી પૂર્ણ થઈ શકે છે.

ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા 472 પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) સહિત વર્ગ-3ના 12,472ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ભરતી નિયમો તેમજ પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ, લાયકાત ધરાવતા ઉમેદવારો 4 એપ્રિલ, 2024 બપોરે 3 વાગ્યાથી 30 એપ્રિલ, 2024 રાતે 11:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ માટેની તમામ સૂચના અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જ્યાં તમામ સૂચનાઓ ધ્યાનથી વાંચ્યા બાદ ઈચ્છુક ઉમેદવારોએ ઑનલાઈન અરજી કરવાની રહેશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0