ગુજરાત પર હાલ વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડીપ્રેશન  ભયાનક વાવાઝોડામાં પરિવર્તીત થઈ રહ્યું છે. જેમ જેમ કલાકો પસાર થઈ રહ્યા છે તેમ તેમ રાજ્ય અને વાવાઝોડા વચ્ચેનું અંતર ઘટી રહ્યુ છે. રાજ્યમાં લોકોનો ઉચાટ વધી રહ્યો છે અને તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવ કામગીરી પાર પાડવા શકય તેટલી તૈયારી કરાઈ રહી છે.તેમ છતાં લોકો અને તંત્ર ચિંતિત છે..જો કે ગુજરાતની એક ખાસિયત રહી છે કે આપદા કોઈ પણ હોય પરંતુ ગમે તેવી સ્થિતિમાંથી તે બેઠું થવાની અને લડવાની હિંમત ધરાવે છે…2001માં આવેલો ભૂકંપ હોય,પૂર હોય કે કોઈ પણ પ્રકારની સ્થિતિઓને ગુજરાત પચાવી જાણે છે ત્યારે વાયુ વાવાઝોડા સામે પણ ગુજરાત લડવા સક્ષમ છે…જો કે અહીં જેટલું તંત્ર તૈયાર છે એટલા જ  લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે…લોકોના સાથ સહકાર વિના તંત્ર પણ કંઈ જ નહીં કરે શકે..અને આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન…