— રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડામાં મોટી સંખ્યામાં બદલી થવાની માત્ર વાતો થઈ રહી હતી :
— ત્યારે આજે રાજ્યમાં 77 આઈપીએસ અધિકારીઓને વિવિધ જગ્યાઓ પર બઢતી અને બદલીના ઓર્ડર કર્યા છે :
ગરવી તાકાત ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ બેડા માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે 77 IPS અદિકારીઓની બઢતી અને બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડામાં મોટી સંખ્યામાં બદલી થવાની માત્ર વાતો થઈ રહી હતી. ત્યારે આજે રાજ્યમાં 77 આઈપીએસ અધિકારીઓને વિવિધ જગ્યાઓ પર બઢતી અને બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં મોટાભાગના જિલ્લાઓના પોલીસવડા બદલાયા છે. ચૂંટણીઓ પહેલા પોલીસ બેડામાં આઈપીએસની બદલીઓ મહત્વની માનવામાં આવી રહી છે.
57 અધિકારીઓની બદલી અને 20 અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. લાંબા સમયથી અટકેલી પોલીસ અધિકારીઓની બદલી આખરે થઈ છે. ભૂપેન્દ્ર પટલે સરકારમાં પહેલીવાર આ બદલીઓ કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાની કમાન સંભાળતા પોલીસ અધિકારીઓની બદલી થઈ ગઈ છે. ચૂંટણીના વર્ષમાં આ બદલીને મહત્વની માનવામાં આવી રહી છે.
નોધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીઓની બદલીઓનો ઘાણવો નીકળશે તેવી ચર્ચા ચાલી રહી છે પરંતુ તેને અંજામ આપવામાં આવ્યો નહોતો. આખરે આજે તે દિવસ આવી ગયો હતો અને એકાએક આઈપીએસ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. અગાઉ આ વાત વહેતી થઈ હતી, પરંતુ વિધાનસભાનું સત્ર આવી જતાં તેને બ્રેક લાગી ગઈ હતી. જો કે હવે વિધાનસભાનું સત્ર પણ પૂર્ણ થઈ ગયું છે અને કોરોના પણ ‘ટાઢો’ પડી ગયો છે એટલે આજે 77 આઈપીએસ અધિકારીઓની બદલીઓનો જમ્બો લીથો બહાર પડવામાં આવ્યો છે.