ગરવી તાકાત પાટણ: એ.ટી.એસ. ગુજરાતના પોલીસ અધિક્ષક પીનાકીન પરમારને કાળા રંગની ફોર્ડ ઈન્ડેવર કાર નબંર GJ12 DA 6662 જેની આગળની નબંર પ્લેટ ઉપર અંગ્રેજીમાં ‘LUNI’ લખેલ છે તેના અંગે એક ગુપ્ત બાતમી મળી હતી. તે કારમાં કાયમ ખાન ઉર્ફે રઈસ તથા નુરા ખાન હોથીખાન ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગરના માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો લઈને બાડમેર, રાજસ્થાનથી નીકળી રાત્રિના 12થી 2 વાગ્યા દરમ્યાન સાંતલપુરથી પસાર થઈને સામખ્યાળી-કંડલા કચ્છ તરફ જવાના હોવાનું જાણવા મળ્યું હતું. આ બાતમીના આધારે એ.ટી.એસ. ગુજરાતના પોલીસ ઈન્સ્પેક્ટર આર. કે. રાજપતૂ તથા પો. સબ ઈન્સ. વી. વી. ભોલા તથા સ્ટાફના માણસોએ સાંતલપુર, જિલ્લો: પાટણ ખાતે જઈને એ.ટી.એસ. ગુજરાત તથા SoG પાટણની સંયુક્ત ટીમ બનાવી હતી.
— ત્યાર બાદ તેમણે બાતમીવાળી જગ્યા ખાતે નાકાબંદી કરીને વોચ ગોઠવી હતી. બાતમી મળી હતી તે કાળા રંગની
— કાર ધ્યાને આવતાં જ તેને કોર્ડન કરીને રસ્તાની બાજુમાં ઉભી રાખવામાં આવી હતી.
તપાસ દરમિયાન કારમાં બેઠેલા બે ઈસમો નામે નુરાખાન હોથીખાન જાતે સામેજા (મુસ્લિમ), રહે અધરીમ કા તલા, રબાસર, ગ્રામ પંચાયત, થાના: ચૌહટન, જી. બાડમેર, રાજસ્થાન તથા કાયમ ખાન ઉર્ફે રઈસ,રહે અબ્દુલ રહીમ કા તલા, રબાસર, રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું હતું.
ગાડીની તપાસ દરમિયાન આગળના ખાલી સાઈડના દરવાજા પાસે પાણીની બોટલ મુકવાની જગ્યાએથી પારદર્શક સેલોટેપ વીંટેલી એક પોટલી મળી આવી હતી. પોલીસે પોટલીમાંથી મળી આવેલું આશરે 200 ગ્રામ જેટલું અને અંદાજે 20 લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવતું મેફેડ્રોન જપ્ત કર્યું છે. પુછપરછ દરમિયાન બંનેએ તે મેફેડ્રોન બાડમેર ખાતેથી કોઈ શખ્સ પાસેથી મેળવ્યું હતું અને ગુજરાતના મોરબી ખાતે ડીલિવર કરવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. સાંતલપુર પોલીસે આ મામલે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધીને SoG પાટણને તપાસ સોંપી છે.
— પકડાયેલા આરોપીના નામ: (1) નૂરા ખાન, (2) કાયમ ઉર્ફે રઈસ ખાન