કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો અંગે ગુરૂવારે વિવાદિત નિવેદન આપી ખેડૂતોની તુલના માવલીઓ સાથે કરી હતી. તેમને એમ પણ કહ્યુ હતુ કે, આ રીતે વિરોધ કરવો તે ગુનાહિત છે. વિપક્ષ આવી બાબતોને હવા આપી રહ્યું છે. લેખીના આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે તેમના નિવેદનનો સખત વિરોધ વ્યક્ત કરી તેમના રાજીનામાંની માંગ કરી હતી. તો આ તરફ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ ઠેર ઠેર જીલ્લા, તાલુકાઓમાં કલેક્ટર મારફતે રાષ્ટ્રપતીને પત્ર લખી મીનાક્ષી લેખીના નિવેદન પર માફીની માંગ કરી હતી.
ગુજરાત આમ આદમી પાર્ટીએ મીનાક્ષી લેખીના વાહીયાત નિવેદનને વખોડી તેમની વીરૂધ્ધ તમામ જીલ્લા અને તાલુકામાં કલેક્ટરને આવેદન પત્ર સોંપ્યુ હતુ. જેમાં AAPએ આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે, મીનાક્ષી લેખી દ્વારા જે કિસાનો માટે “મવાલી” જેવા શબ્દો વાપરી બફાટ કરવામાં આવ્યો છે, તેને આમ આદમી પાર્ટી ગુજરાત સખ્ત શબ્દોમાં વખોડિયે છીએ. આ બફાટો સાબિત કરી બતાવે છે કે ભાજપ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે.
આ પણ વાંચો – કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીનુ વાહીયાત નિવેદન – કૃષી બીલના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડુતોને કહ્યા મવાલી
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વિવાદીત કૃષી કાનુનના વિરોધમાં ખેડુતો છેલ્લા 8 મહિના કરતા વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. ખેડુતોને જંતર મંતર પર જતાં રોકી દેવામાં આવતા ખેડુતોએ ગાજીપુર, ટીકરી, સીંઘુ બોર્ડર પર ખેડુતોએ પોતાનુ ધરણાનુ સ્થળ બનાવ્યુ છે. તો બીજી તરફ ચોમાસુ સત્ર શરૂ થતાં ખેડુતોએ ત્રણ બીલ પરત લેવા અને એમએસપી પર કાનુન બનાવવાની માંગ સાથે સંસદ માર્ચનુ આયોજન કર્યુ હતુ. જેમાં શાંતીપુર્વક રીતે રીતે 200 ખેડુતો જંતર મંતર પર પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારના સવાલના રીપ્લાયમાં કહ્યુ હતુ કે, તેમનો ખેડુતો ના કહેશો, તેઓ મવાલી છે. વિપક્ષ દ્વારા તેમને હવા આપવામાં આવી રહી છે. જેથી મીનાક્ષી લેખીના આ વાહીયાત નિવેદનથી કોંગ્રેસ સહીત તમામ વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે.