તસ્વીર,રીપોર્ટ- વેદ પટેલ
ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલો તથા મો.સા. તથા મોબાઇલો સાથે કુલ રૂ.૩૬,૮૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને ધારી પોલીસ સ્ટેશનની ટીમે પકડી પાડ્યા હતા.
આજ-રોજ ધારી પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીગ દરમીયાન ધારી શીવાલય કોમ્લેક્ષ પાછળ થી મયુરભાઇ રમેશભાઇ માધડ તથા દીપકભાઇ નરેશભાઇ દાફડા પોતાના હવાલા વાળી હિરો કંપનીની મો.સા.જી.જે.૧૪. એ.કયુ.૭૧૮૮ ની વચ્ચે ભારતીય બનાવટ ની પરપ્રાંત ની એક લીટર ની કંપની રીંગ પેક ની કુલ બોટલ નંગ –  ૨૨ તથા મોબાઇલ નંગ – ૦૩ મો.સા.સાથે કુલ કિ.રૂ.૩૬.૮૦૦ ના મુદ્દામાંલ સાથે પકડાઇ જઇ તથા સદરહું મુદ્દામાંલ ઇગોરાળા ગામના ભાવેશભાઇ બાલુભાઇ વાળા (દાફડા)  નાઓ પાસેથી લઇ આવી અને સદરહું મુદ્દામાંલ ધારી ખાતે રહેતા પ્રકાશભાઇ રાધવભાઇ બગડા નાઓને આપવા જતા પકડાઇ જતા મજકુર વિરુધ્ધ ધારી પો.સ્ટે.૧૩૫૪/૨૦૨૦ પ્રોહિ.કલમ ૬૫.એ.ઇ,૮૧,૮૩,મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળ ની તપાસ હાથ ધરવામાં આવેલ છે. 
Contribute Your Support by Sharing this News: