ગરવી તાકાત, અમદાવાદ
બોગસ બિલીંગના વ્યવહાર મારફતે સરકારને ચુનો લગાડનારાઓ ની ખેર નથી. જીએસટી વિભાગ તરફથી આ અંગે કડક હાથે કામગીરી શરૂ કરાઈ છે. ગત અઠવાડીયે સૌરાષ્ટ્રના જૂનાગઢ, માણાવદર, કેશોદ, ધોરાજી તથા માંગરોળમાં સિંગદાણાનો વેપાર કરતી ૩પ થી વધુ પેઢીઓમાં જીએસટી વિભાગે સર્ચ કરતા સંજય મશરૂની ૮ બોગસ કંપની દ્વારા મોટા પ્રમાણમાં બોગસ બિલીંગ જનરેટ કરાયુ હોવાન બહાર આવ્યુ હતુ. જેમાં તપાસ કરતા સંજય મશરૂએ ૩૦પ કરોડના બોગસ બિલો જનરેટ કર્યા હોવાનુ બહાર આવ્યુ હતુ. અને તેના મારફતે સરકારને ૧પ કરોડથી વધુનો ચુનો લગાવ્યો હતો.
આ પણ વાંચો – ખાનગી લેબોટરીમાં નોકરી કરતો યુવક હની ટ્રેપમાં સપડાયો
વળી, તેના હિસાબો અધિકારીઓએ ચેક કરતા તેમણે અમદાવાદના ઘણા વેપારીઓને બિલ વગર સિંગદાણા આપ્યા હતા તો બીજી તરફ અમદાવાદ જ ઘણા વેપારીઓએ તેની પાસેથી માત્ર બિલ જ લીધા હોવાની વાત બહાર આવી હતી. હવે રેલો અમદાવાદના વેપારીઓ સુધી આવ્યો છે. અને તમાામ આવા વેપારી પેઢીઓના હિસાબો ચેક કરાઈ રહ્યા છે