દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બુધવારે સવારથી ઇદ ઊજવવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી દેશની અલગ-અલગ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો ખાસ નમાજ અદા કરવા એકઠાં થઈ રહ્યા છે.મંગળવારે રાતે ચાંદ દેખાતા ઇદ જાહેર કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈદ પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.રાષ્ટ્રપતિએ કહ્યું, ‘પવિત્ર રમઝાન મહિનાના અંતે, આ તહેવાર દાન, ભાઈચારા અને દયાના વિશ્વાસને મજબૂત બનાવે છે.’ તેમણે કહ્યું કે, ‘આ દિવસે, આપણે પોતાને શાશ્વત મૂલ્યો સમર્પિત કરીએ છીએ જે આપણી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇદની શુભેચ્છા પાઠવતા શાંતિ અને કોમી એખલાસની કામના વ્યક્ત કરી.

View image on Twitterઈદના આ પ્રસંગે દિલ્હીમાં ઐતિહાસિક શાહી જામા મસ્જિદમાં, સવારના 7:15 વાગ્યે નમાજ અદા કરવામાં આવી હતી.ઇદના દિવસે લાખો પરિવારો દ્વારા મીઠાઈઓ વહેંચવામાં આવી હતી.આ વખતનો રમજાન માસ કાળાઝાળ ગરમીના કારણે બિરાદરો માટે કસોટી સમાન બન્યો હતો. હવે રમજાન પૂર્ણતાના આરે હોય ઇદની ઉજવણી માટે મુસ્લિમ સમાજમાં ખુશી જોવા મળી રહી છે.મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારોમાં વિવિધ ખરીદી માટે મુસ્લિમ બિરાદરોની ભીડ જોવા મળી રહી છે.
Contribute Your Support by Sharing this News: