ગરવીતાકાત,પાટણ(તારીખ:૨૬)

ભારત સરકાર ના સ્વચ્છતા સર્વે ૨૦૧૯ મા પાટણ જિલ્લા ને રાજ્ય અને  પશ્રિવમ ઝોન મા પ્રથમ તથા દેશ મા ચોથા ક્રમે સ્થાન મેળવી જિલ્લા મા સુંદર કામગીરી માટે ડીડીઓ પાટણ શ્રી ડી કે પારેખ સાહેબ ,IAS તથા DRDA ડાયરેકટર શ્રી મુકેશભાઇ પરમાર સાહેબ GAS અને પ્રોજેકટ ઓફીસર દિલીપ ચૌહાણ ને રોટરી ક્લબ દ્વારા  જિલ્લા ના TDO  ,THO , સરપંચશ્રીઓ , તલાટીઓ વગેરે ની ઉપસ્થિતિ મા અભિવાદન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.રોટરી પ્રમુખ ગેમરભાઇ દેસાઈ દ્વારા સ્વાગત પ્રવચન કરી રોટરી થી માહિતગાર કરવામાં આવ્યા તથા મંત્રી રમેશભાઇ ઠક્કર દ્વારા આભારવિધી કરવામાં આવી

ડીડીઓ શ્રી પારેખ સાહેબ દ્વારા તેમના પ્રવચન મા જણાવવામા આવ્યું કે એવોડ કેન્દ્રીય મંત્રી શ્રી ના હસ્તે ભલે તેમના દ્વારા સ્વીકારવામા આવ્યો હોય પરંતુ સવચછતા કામગીરી તમામ સરપંચશ્રીઓ દ્વારા થઇ તેના લીધે શક્ય બન્યું છે। આમાંથી એકપણ ગામની નબળી કામગીરી હોત તો આ એવોડ મળી શક્ત નહી તેથી તમામ ગામડા ને શ્રેય આપુછુ। તેમની કેરિયર મા નેશનલ લેવલ નો પુરસ્કાર પ્રથમ વાર મેળવવા બદલ જિલ્લા ના લોકો ના આભાર માનવાની સાથે તેમણે જણાવ્યું કે સરકારી અધિકારી ઓ ની સારી કામગીરી માટે રોટરી જેવી સંસ્થા અમને સન્માનીત કરે ત્યારે કામ કરવાનો ઉત્સાહ વધી જાય છે આ માટે રોટરી નો આભાર માન્યો હતો

કાર્યક્રમ નું સંકલન અને સંચાલન કરનાર ક્લબ ટ્રેનર બાબુભાઇ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે સરકાર શ્રી ની ગાઇડલાઇન મુજબ જિલ્લા પંચાયત દ્વારા ગામડા ના વિકાસ માટે આરોગ્ય , શિક્ષણ , સ્વચ્છતા તમામ ક્ષેત્ર મા થતા કામ અને રોટરી દ્વારા થતા કાર્ય એકજ ગાઇડલાઇન હેઠળ થાય છે અને લોકસેવા ના કાર્ય માટે રોટરી ક્લબ પાટણ હમેશાં સાથ સહકાર ની સાથે સારી કામગીરી માટે અધીકારીશ્રી ઓ ને અભિવાદન કરી સમાજસેવા માટે આભારપણ વ્યક્ત કરતી હોય છે

બ્લડબેંક ચેરમેન પરેશ પટેલ , રો યોગેશભાઇ પ્રજાપતિ , પરેશ જે પટેલ। વિનુભાઇ મિસ્ત્રી  જેડી ઠક્કર વારાહીના સરપંચ શ્રી અલેપ ખાન મલેક સહીત રોટેરિયન ઉપસ્થત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો