ગરવીતાકાત હેલ્થ ડેસ્કઃ મરચું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. તે ખાવાનો સ્વાદ તો વધારે જ છે. પરંતુ તે વજન ઘટાડવાની સાથે હૃદય સંબંધિત બીમારીઓ અને સાઇનસ માટે પણ અસરકારક સાબિત થયું છે. પરંતુ હવે મરચાંને લઇને એક નવું રિસર્ચ થયું છે, જેમાં એ વાત સામે આવી છે કે મરચું ફેફસાંનું કેન્સર થતું અટકાવવામાં પણ મદદ કરે છે.એક્સપરિમેન્ટલ બાયોલોજીમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે મરચાંમાં કેપસાઇસિન નામનું એક કમ્પાઉન્ડ મળે છે, જે ફેફસાંનું કેન્સર રોકવામાં મદદ કરે છે. પુરુષો અને મહિલાઓમાં ફેફસાંના કેન્સરના ઘણા કિસ્સા સામે આવ્યા છે. તેના આંકડા પુરુષોમાં વધુ જોવા મળ્યા છે.આ અભ્યાસ માટે સંશોધકોએ મનુષ્યોના નોન સ્મોલ સેલ્સ (SCLC)ની તપાસ કરી. જેમાં જાણવા મળ્યું કે શરીરમાં રહેલા કેપસાઇસિન નામનાં કમ્પાઉન્ડે કેન્સર ફેલાવવાની પ્રક્રિયા એટલે કે મેટાસ્ટેટિસને પહેલાં જ સ્ટેજ પર રોકી દીધું. આ ઉપરાંત, સંશોધકોએ ઉંદરો પર પણ આ પ્રયોગ કર્યો. તેમણે ઉંદરોને કેપસાઇસિનુક્ત યોગ્ય ખોરાક ખવડાવ્યો. ત્યારબાદ તેમને જાણવા મળ્યું કે ઉંદરોમાં મેટાસ્ટેટિક કેન્સર સેલ્સની સંખ્યા એ ઉંદરોની સરખામણીએ ખૂબ ઓછી હતી, જેની પર પરીક્ષણ કરવામાં નહોતું આવ્યું.આ અભ્યાસ બાદ એ પણ જાણવા મળ્યું કે કેપસાઇસિન કમ્પાઉન્ડ Src પ્રોટીન એક્ટિવેટ થતું અટકાવે છે. આ પ્રોટીન કેન્સર સેલ્સના ફેલાવા અને ગ્રોથમાં મદદ કરે છે. હવે જ્યારે મરચું સ્વાસ્થ્ય માટે આટલું ફાયદાકારક છે તો તેને ડાયટમાં ચોક્કસ સામેલ કરવું જોઇએ. પુરુષોએ ખાસ કરીને લીલું મરચું વધારે ખાવું જોઇએ. કારણ કે, લીલું મરચું પ્રોસ્ટેટ કેન્સર થતું અટકાવવામાં અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત, તેમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે અને તે બલ્ડ સર્ક્યુલેશનમાં પણ મદદ કરે છે.