પાલનપુર શહેરમાં અંદાજે રૂ.૪૨ કરોડ ના ખર્ચે બનેલા પાલનપુર આરટીઓ ચોકડીથી શહેરને સાંકળતા નવા બ્રિજ ઉપર બુધવારે પ્રથમ અકસ્માત સર્જાયો હતો. સાંકડા બ્રિજ ઉપર શહેર તરફથી આવતી જીપના ચાલકે ઓવર ટેઇક કરવા જતાં સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કારમાં સવાર રાજસ્થાનના ચાર વ્યકિઓને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
પાલનપુરમાં ટ્રાફિકની પેચીદી બનેલી સમસ્યાના હલ માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. આરટીઓ સર્કલથી માન સરોવર સુધીનો ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા પછી બુધવારે અકસ્માત સર્જાયો હતો. આરટીઓ સર્કલ તરફથી આવતી કાર પુલના છેડાથી આગળ જઇ રહી હતી. ત્યારે સામેથી આવતી જીપના ચાલકે વાહનની ઓવરટેક કરવા જતાં કાર સાથે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં સવાર ચાર વ્યકિતઓને ઇજા થતાં 108ના પાયલટ ભવાનજી મહુડીયા અને ઇએમટી રાહુલભાઇ ચૌહાણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા
ઇજાગ્રસ્ત
શિવરામભાઇ રૂપસિંગભાઇ (ઉ.વ. 30), રામજીભાઇ રાવત (ઉ.વ.45), જયસીંગ રાવત (ઉ.વ.52) અને જીતેન્દ્રસિંહ (ઉ.વ. 30) (તમામ રહે. બ્યાવર રાજસ્થાન)
[News Agency]