શહેરમાં વિદ્યાર્થી યુવા સંગઠન દ્વારા શાળાઓ દ્વારા 50 ટકા ફી માફી ની માંગ સાથે અગાઉ કલેકટર અને જિલ્લા ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.

જો કે ત્યાર બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પાટણની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસે ફીની કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે. શાળાઓ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે કે, જો વાલી ફી નહીં ભરે તો ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની ધમકીઓ શાળાઓ દ્વારા આપવામાં આવી રહી છે.

આ અંગે પણ તંત્ર સમક્ષ વારંવાર રજુઆત કરવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ શાળાઓ દ્વારા ઓન લાઇન શિક્ષણ બંધ કરી દેવાતા આજે યુવા વિદ્યાર્થી સંગઠન દ્વારા કલેકટર કચેરી ખાતે પ્રતીક ધરણા યોજી વિરોધ પ્રદર્શન યોજ્વામાં આવ્યા હતા.

પરંતુ ધરણાને પોલીસની મંજૂરી ના હોઈ તેમજ જાહેર નામાંના ભંગ બાદલ પોલીસે 15થી વધુ કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાની ફીનો મુદ્દો રાજ્ય વ્પાયી છે. તમામ શાળાઓ દ્વારા ફી મુદ્દે દાદાગીરી કરવામાં આવી રહી હોવા છતા સરકાર આંખો બંધ કરીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે. શાળાઓ એટલી હદે બેકાબુ બની છે કે હવે તે સરકારનાં કહ્યામાં પણ નથી.

તો બીજી તરફ કોરોના લોકડાઉનનાં કારણે તમામ જનતાના ખીચ્ચા ખાલી છે ત્યારે શાળાઓની પઠાણી ઉઘરાણીને કારણે સ્થિતી ખુબ જ વિકટ બની છે.

Contribute Your Support by Sharing this News: