સમરસતા એકતા સમિતિ  ખેડા દ્વારા  જિલ્લાના  ગામોમાં ઠેર ઠેર વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે .દેશમાં વિવિધ  ધર્મના તેમજ જ્ઞાતિઓના લોકો વચ્ચે સામાજિક વૈમનસ્ય ના  ફેલાય તેમજ સામાજિક સમરસતા જળવાઈ રહે એવા ઉમદા વિચારધારા સાથે આ યાત્રાનું સંતરામ મંદિર નડિયાદ ખાતેથી પ્રસ્થાન કરીને દસ દિવસીય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે .યાત્રા કપડવંજ તાલુકાના નવાગામ ,તેલનાર , નીરમાલી ,આબવેલ ,ઝંડા તેમજ વહાણવટી માતાજીના પવિત્ર યાત્રાસ્થાન ઘડિયા ગામોમાં ફરી ફરી ને એકતા સંદેશ આપી રહી છે .કઠલાના છીપડી વિસ્તારના આજુબાજુના ગામોમાં પણ ખુબ જ ઉમકળાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભારત માતાના પૂજા અર્ચન તેમજ સમૂહ આરતી કરીને લોકો સંગઠિત થાય એવા હેતુથી યાત્રા યોજવામા આવી રહી છે .કપડવંજ નીરમાલી ગામના સરદાર ચોક તેમજ કારગિલ શહીદ ચોક ખાતે યાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું .જેમાં ભાજપા કપડવંજ  તાલુકા પ્રમુખ  ધુળસિંહ સોલંકી , પંચાયત સદસ્ય વિષ્ણુભાઈ પટેલ ,સરપંચ કિરીટભાઈ પટેલ, એપીએમસી ચેરમેન નિલેશભાઈ પટેલ ,આરએસએસ ના જિલ્લાના આગેવાનો ,  જયેશભાઈ પટેલ, નગીનભાઈ પટેલ,હર્ષદભાઈ પટેલ,ભાવેશભાઈ પટેલ તેમજ ગ્રામજનો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

Contribute Your Support by Sharing this News: