સર્વ વિદ્યાલય કેમ્પસ, કડીની મેઘના નિરંજન શિશુ વિદ્યા વિહાર દ્વારા ભવ્ય રથયાત્રા

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત મહેસાણા : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ.કડી સંચાલિત મેઘના નિરંજન શિશુ વિદ્યા વિહારમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભગવાન જગન્નાથના રથને શણગારી બાલમંદિરનાં નાના ભૂલકાઓ ભગવાન શ્રીકૃષ્ણ,બલરામ અને શુભદ્રાજી પરિધાનમાં સજ્જ થઇ સર્વ વિદ્યાલય કેમ્પસનાં વિદ્યાર્થીઓ,કર્મચારીઓ અને વાલીશ્રીઓને દર્શનનો લાભ આપ્યો હતો. સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલે રથયાત્રાને કંકુ તિલક કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
સમગ્ર કેમ્પસનું વાતાવરણ જય રણછોડ માખણ ચોર, હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલકી ના નાદ થી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર કેમ્પસ પરિસરચર્યા દરમ્યાન જુદી જુદી શાળા-કોલેજોના પ્રિન્સીપાલ અને કર્મચારીઓ દ્વારા પૂજન કરી વધામણા કરવામાં આવ્યા હતા. ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ જોડાયા હતા. શાંતિ વધે, હેત વધે અને દયાભાવ સાથે સૌને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. અમીછાંટણાની સાથે સાથે જાંબુ અને કાકડીનો પ્રસાદ લઈ બાળકો હર્ષભેર ઝૂમી ઉઠયા હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.