ગૌશાળા પાંજરાપોળને સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા ગૌપોષણ યોજના નો ત્વરિત અમલ કરવા ગૌ ભક્તો ની મથામણ

શેર કરવા અહીં ક્લિક કરો.

— થરાદ નાયબ કલેકટરને બોહળી  સંખ્યામાં ગૌભક્તો અને પાંજરાપોળના સંચાલકોએ આવેદનપત્ર આપવી કરી રજૂઆત..!!

ગરવી તાકાત થરાદ : ગૌશાળા પાંજરાપોળમાં આવેલા ગાય વંશના નિભાવવા માટે રૂપિયા 500 કરોડ અને રખડતા પશુઓ માટે રૂપિયા 100 કરોડ  કુલ રૂપિયા 600 કરોડની ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી જેની ફાળવણી હજુ સુધી ન કરતાં જેને લઇ આર્થિક તકલીફના કારણે ગૌશાળા પાંજરાપોળને મળતી દાનની આવક બંધ થવાથી સંસ્થાઓ દેવાદાર બની ગઈ છે જેના કારણે સંસ્થાઓને પોતાના પશુઓનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે
ત્યારે સરકારે જાહેર કરવામાં આવેલી ગાયોને પોષણ યોજનાના અમલમાં વિલંબના કારણે ભારોભાર ગૌરક્ષકો માં અને સંચાલકો માં નારાજગી જોવા મળી રહી છે તથા લંબી નામના રોગના કારણે ગૌશાળા અને પાંજરાપોળમાં આવેલ તથા રખડતા અશક્ય પશુઓના મૃત્યુના કારણે ગૌભક્તોમાં ખૂબ જ દુઃખની લાગણી આપી ગઈ છે અને હાલત કફોડી બની ગઈ છે
આવા કપડાં સમયમાં દરેક સંસ્થાઓ જીવદયા પ્રેમીઓ તથા ગૌભક્તો અને આપણા હિન્દુ ધર્મની ધરો હાર અને આરાધ સ્તંભ એવા ગૌવંશને બચાવવા માટે રાષ્ટ્રીય અને લોકપ્રિય સરકાર પાસે આર્થિક સહાયની આશા રાખી અને આ યોજનાનો ત્વરિત અમલ કરવામાં આવે તેવી માંગને લઈ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા થરાદ પ્રાંત કલેકટર કચેરી આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.