— માનનીય સંસદ સભ્ય નરહરી અમીન ની ગ્રાન્ટ માંથી સહાય કરાઈ :
— સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત કામને મંજૂરી અપાઈ :
ગરવી તાકાત પાટણ : ગુજરાત સરકાર દ્વારા છેવાડે વસેલા દરેક પરિવારના બાળકોને પોતાના વિસ્તારમાં શિક્ષણનો લાભ મળે તેમજ ભણવાની સાથે રહેવાની પણ સુવિધા ઉપલબ્ધ થાય તેવા પ્રયાસ સરકાર દા્રા કરવામાં આવી રહ્યા છે.ત્યારે
સરસ્વતી તાલુકામાં શિહોરી ત્રણ રસ્તા પાસે પાટણવાડા સમાલ ગોળ રોહિત સમાજ ની બાળકોને રહેવા માટેની કુમાર કન્યા છાત્રાલય ની જગ્યા આવેલી છે.

આ જગ્યાનો વિકાસ થાય અને બાળકો ને ત્યાં રહેવા માટે હોસ્ટેલ બને તે માટે
સરકારશ્રી એ સંસંદ સભ્ય શ્રી નરહરી અમીન ની ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૦ લાખની બાંધકામ માટે છાત્રાલય ને મંજૂરી અપી છે.આ મંજૂરી સંસદ સભ્યના સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત 2021.2022.યોજના અંતર્ગત કામ કરવા આવશે છે.આ ગ્રાન્ટ મંજૂર કરવામાં માનનીય શ્રી બળવંતસિંહ રાજપૂત પૂર્વ ચેરમેન શ્રી જીઆઇડીસી ના અથાગ પ્રયાસો થી રોહીત સમાજ માટે ની છાત્રાલય બને તે માટે મહેનત કરીને સમાજ ને મોટું યોગદાન આપ્યું છે.

તો બીજી બાજુ સરસ્વતી તાલુકાના અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી અરવિંદભાઈ પરમાર અબલુવા જણાવ્યું હતું કે આ છાત્રાલય બનવાથી અંતરિયાળ ગામડાના બાળકો ને રેહેવાની તેમ જ ભણવાની સારી સગવડ મળશે.સરકાર શ્રી દ્વારા અમારા વિસ્તારમાં ઘર આંગણે કુમાર કન્યા છાત્રાલય માટે યોગદાન આપવા બદલ સમાજના લોકોએ આભાર માન્યો છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ સરસ્વતી પાટણ