આજે ગુજરાતના મુખ્યમંત્રી ટ્વીટ કરી જાણકારી આપી હતી કે વિશ્વની સૌથી મોટી પ્રતીમાં સ્ટેચ્યુ ઓફ યુનીટીને પણ પ્રવાશીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જેથી હવે પ્રવાશીઓ સ્ટેચ્યુ ઓફ યુનીટીને નિહાળવા આવી શકશે.
કોરોના વાઈરસને અટકાવવા સરકારને પ્રથમ અને એક માત્ર ઉપાય લોકડાઉન જણાતા શરૂઆતમાં લોકડાઉન લાગુ કરવામાં આવેલ હતુ. જેમાં બીનજરૂરી ઘરની બહાર નીકળવા ઉપર પ્રતીબંધ મુકેલ હતો. સાથે સાથે દરેક સાર્વજનીક સ્થળો, હોટેલ, થીયેટર, પ્રવાશન સ્થળો વિગેરે જગ્યાઓને પણ બંધ કરવામાં આવેલ હતા. પરંતુ આ તાળાબંધીના કારણે ઈકોનોમી ઉપર અસર થતા સરકારે લોડલાઉનને હળવુ કરવામાં આવેલ. સરકાર હવે ધીરે ધીરે લોકડાઉનને હળવુ કરતા વિવિધ સ્થળો ઉપરથી પ્રતીબંધો ઉઠાવી રહી છે, ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનીટીને આજથી ખુલ્લુ મુકાતા સરકાર બીજા અન્ય સ્થળો ઉપરથી પ્રતીબંધો હટાવશે એવી શક્યતાઓ જણાઈ રહી છે.
The world’s tallest #StatueOfUnity is ready to welcome you again with #NewNormal pic.twitter.com/Lokta2HH0Y
— Vijay Rupani (@vijayrupanibjp) October 21, 2020
તો નવરાત્રી ઉપર પ્રતીબંધ કેમ?
અત્યારે નવરાત્રી ચાલી રહી છે જેને કોરોના વાઈરસને કારણે બંધ રાખવાનો નિર્ણય સરકારે કરેલ છે. જેથી નવરાત્રીના રસીયાઓ નિરાશ થયેલ હતા. પરંતુ આજે સ્ટેચ્યુ ઓફ યુનીટીને પ્રવાશીઓ માટે ખુલ્લુ મુકવાનો નિર્ણય લોકોને આંચકો પમાડે એવો છે. કેમ કે સ્ચેચ્યુ ઓફ યુનીટી પ્રવાશનનુ સ્થળ હોવાથી અહિ હજારોની સંખ્યામાં લોકો આવી શકે છે. જેથી કોરોના વાઈરસનુ સંક્રમણ ફેલાવાનુ ડર અહિ પણ એટલો જ હોવાનો. છતા પણ એક તરફ નવરાત્રી ઉપર પ્રતીબંધ અને સ્ટેચ્યુ ઓફ યુનીટી જેવા સ્થળોને ખુલ્લુ મુકતા, આવા વિરોધાભાષી નિર્ણયને કારણે સરકારને વિરોધનો સામનો કરવો પડી શકે છે. કેમ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્વીટમાં એક એડ પણ રાખવામાં આવેલી છે. જેમાં અહિ રોજના 15 થી 18 હજાર યાત્રીઓ પહેલા આવતા હતા એમ દાવો કરવામાં આવેલ છે. અને એટલા જ પ્રવાસી આવનારા સમયમાં પણ આવશે એવુ એજ્યુમ કરવામાં આવેલ છે.