યુવા બેરોજગાર, ખેડુત દેવાદાર, મહિલા ઉપર અત્યાચારની પરિસ્થિતી વચ્ચે લોકોને ભ્રમીત કરવા સરકારના તાયફા : કોંગ્રેસ

August 5, 2021
Congress BJP

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્યની સરકારને પાંચ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં રાજ્ય સરકાર ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. આ અંગે કોગ્રેંસે રાજ્યપાલને પત્ર લખી જણાવ્યુ છે કે, મોંઘવારીથી જનતા ત્રસ્ત છે , યુવાન બેરોજગારી છે, કોરોના મીસમેનેજમેન્ટ, મહિલા ઉપરના અત્યાચાર વધી રહ્યા છે, ખેડુત દેવાના ડુંગરમાં દટાયેલો છે. એવામાં સરકાર આવી ઉજવણીઓ કરી જનતાની હાંસી ઉડાવી રહી છે. સરકારી તીજોરીમાંથી થતો આ કાર્યક્રમોના ખર્ચનો લાભ રાજકીય પાર્ટી(ભાજપ) ના લઈ જાય તે અંગે પણ રાજ્યપાલને ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યુ હતુ.

પાંચ વર્ષ પુરાં થવાના ઉપલક્ષ્યમાં યોજાયેલ કાર્યક્રમોને અનુસંધાને જે કાર્યક્રમો યોજાયા છે તેમાં  સોશીયલ ડીસ્ટન્સનો સરેઆમ ભંગ થયો હોવાનુ પણ સામે આવ્યુ છે. જેથી કોગ્રેસે આ મામલે રાજ્યના સર્વોચ્ય વડા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખી જણાવ્યુ છે કે, કોરોના ગાઈડ લાઈનનુ પાલન કરવા યોગ્ય પગલા ભરવા માંગ કરી છે. આ કાર્યક્રમોમાં 400 લોકોને પરમીશન આપવામાં આવી છે જેમા હાજર રહેનારા લોકોની તટસ્થતાથી ગણતરી કરવામાં આવે તો આયોજકો વિરૂધ્ધ ગુનો નોંધાય તેમ છે. 

કોંગ્રેસે રાજ્યપાલને રજુઆત કરી જણાવ્યુ હતુ કે, મોંઘા શિક્ષણથી યુવાઓનુ ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ રહ્યુ છે તેવામાં ઉજવણીના ભાગ રૂપે જ્ઞાન દિવસની ઉજવણી કરાવાામાં આવી રહી છે. લોકોની વેદના જાણ્યા વગર સંવેદના દિવસ ઉજવાઈ રહ્યો છે. એક તરફ રાજ્યવ્યાપી અનાજ કૌંભાડ આવી રહ્યુ છે અને બીજી તરફ સરકાર અન્નોત્સવ દિવસ ઉજવી રહી છે. દિવસે ને દિવસે મહિલા વિરૂધ્ધ ગુનાઓ વધી રહ્યા છે એવી પરિસ્થિતીમાં મહિલા સશક્તિકરણ દિવસની  ઉજવણી કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો – ગુજરાત : 4 વર્ષમાં 1095 બેરોજગારોની આત્મહત્યા – 6 ઓગસ્ટે યુવા શક્તિ દિનની ઉજવણી કરશે રૂપાણી સરકાર !

રાજ્ય સરકાર આજ રોજ કિસાન સન્માન દિવસ કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ આ સંદર્ભે કોંગ્રેસે રાજ્યપાલને કરેલી  પોતાની રજુઆતમાં જણાવ્યુ હતુ કે, ખેડુત પોતાના બાવડાના બળે અનાજ પકવે છે, પરંતુ અત્યારે ખેડુત દેવાના ડુંગર તળે દટાયેલ હોવાથી તે આત્મહત્યા કરવા મજબુર બન્યો છે તે રાજ્યમાં કિસાન સન્માન કેવુ છે તે સમજી શકાય એમ છે. રાજ્યમાં અનેક એકમોનુ પ્રાઈવેટાઈશન થયુ હોવાથી તથા મેન પાવરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે આવી પરિસ્થીતીમાં બેરોજગાર યુવાનોને ભ્રમીત કરવા પાંચ વર્ષ પુરા થવાના નામ પર તાયફા કરવામાં આવી રહ્યા છે. 

સરકાર 8 મી ઓગસ્ટે શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી  કરનાર છે, આ મામલેે કોગ્રેંસે બીજી લહેરની પરિસ્થિતીને યાદ કરાવી જણાવ્યુ છે કે, ઓક્સિજન, બેડ, રેમડેસીવીર વિગેરેની ઉણપ વચ્ચે અનેક લોકો સંક્રમીત થઈને મોતને ભેટી પડ્યા હતા ત્યારે સુખાકારીની વાતો કેમ વિસરાઈ ગઈ હતી.  

મહેસાણા શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ ભોતીક ભટ્ટે રાજ્યપાલને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, જનહીતના કાર્યો અમે પણ આવકારીયે છીયે પરંતુ ગપગોળા કે લોકોને પડતી વિપત્તી માટે અમે અવાજ બનીને આપને જણાવી રહ્યા છીયે. 

તમને જણાવી દઈયે કે, રાજ્ય સરકારના 1 થી 8 ઓગસ્ટના રોજ થનારા દરેક કાર્યક્રમના કાઉન્ટરમાં કોંગ્રેસ ઠેર ઠેર પ્રદર્શનો, આવેદનપત્રો આપી રહ્યુ છે. જેમાં તેમની મુખ્ય ટેગ લાઈન  “નિષ્ફળતાઓની ઉજાણી, શરમ કરો રૂપાણી”  છે. આજે કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષે જુનાગઢના ભેંસાણાં કાર્યકર્તાઓ સાથે મળી #ખેડૂત_ખેતી_બચાવો_અભિયાન ના સંકલ્પ સાથે ભાજપ સરકારના ઠાલાવચનો રૂપી ગુબ્બરાઓ ને ફોડી તેમજ ઐતિહાસિક સ્તરે પોહચેલા ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ટ્રેક્ટરને ખેચી વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ.  

આ સીવાય પરેશ ધાનાણીએ પણ સુરતના ઓલપાડમાં અનેક કાર્યકર્તાઓ સાથે #ખેડૂત_ખેતી_બચાવો_અભિયાન અંતર્ગત પ્રદર્શન કર્યુ હતુ. જેમાં તેમની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાંં આવી હતી.  અહીયા પરેશ ધાનાણીએ સરકાર ઉપર આરોપ લગાવી જણાવ્યુ હતુ કે, 90 હજાર કરોડ કરતાં વધુના દેવા સાથે ગુજરાતમાં જગતનો તાત જીવન જીવવા માટે સંઘર્ષ કરે છે, ત્યારે વ્યાંજકવાદીઓની જાળમાંથી ખેડૂતોને મુક્ત કરાવવા તેઓના સંપૂર્ણ દેવા સરકારે માફ કરવી જોઈએ પરંતુ, ખેડૂત વિરોધી ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાના બદલે એના મુઠ્ઠીભર મળતીયા ઉદ્યોગપતિઓને વિતેલા સાત વર્ષમાં સાડા પાંચ લાખ કરોડ કરતા વધુ લોનો માફ કરવામાં આવી છે. ત્યારે આ ગાંધી અને સરદારનું વારસ એવા ગુજરાતની અંદર પહેલી આઝાદીની લડાઈમાં આ દક્ષિણ ગુજરાતે આગેવાની લીધી હતી કે, બારડોલી સત્યાગ્રહે સમગ્ર દેશમાં ખેડૂતોના સ્વાભિમાનને જગાડવા માટે સફળતા મેળવી હતી અને આવતા દિવસોમાં ગરીબ, ગામડા અને ખેડૂત વિરોધી ભાજપની સરકારને જડમૂળથી ઉખેડી ફેકવા ગાંધીનગરમાં ત્રિરંગો લહેરાવવા ખેતી, ખેડૂત ખેતમજદુરોના અધિકારોના રક્ષણ માટે પરિવર્તન યાત્રાનો પાયો આજ ઓલપાડના પાદરમાં નંખાયો છે ત્યારે આ બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ ગરીબ ગામડા અને ખેતમજદુર લેશે. આ ગરીબ ગામડા અને ખેતમજદુર વિરોધી ભાજપની સરકારને જડમૂળથી ઉખેડી ફેંકો અને આગામી ચૂંટણીઓમાં કમળને કચડીને પોતાના હાથને મજબૂત કરી સત્તા નહીં પણ સ્વાભિમાનની યાત્રાને આગળ ધપાવશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0