ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની ચિંતા વચ્ચે નાણા મંત્રી ર્નિમલા સીતારમણે આજે રાજ્યસભામાં કહ્યું છે કે, સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ રજૂ કરવા જઈ રહી છે. નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી અંગેના નિયમન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
રાજ્યસભામાં આજે પ્રશ્નકાળ દરમિયાન ર્નિમલા સીતારમણે કહ્યું કે, આ એક જાેખમી ક્ષેત્ર છે અને સમગ્ર નિયમનકારી માળખામાં નથી. તેમણે વધુમાં કહ્યું કે, તેની જાહેરાત પર પ્રતિબંધ મૂકવાનો કોઈ ર્નિણય હજી લેવામાં આવ્યો નથી. આરબીઆઈ અને સેબી દ્વારા જાગૃતિ ફેલાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે, નાણામંત્રીએ માહિતી આપી હતી કે, સરકાર ટૂંક સમયમાં બિલ રજૂ કરશે.
ક્રિપ્ટોની જાહેરાતો પર ર્નિમલા સિતારમણે કહ્યું કે, એએસસીઆઇ છે, જે જાહેરાતોને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યું કે, તેના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે સંસદમાં કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં જ કેબિનેટમાંથી બિલ પાસ કરાવીને બિલ લાવશે. લોકસભામાં નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે પોતાના જવાબમાં કહ્યું હતું કે, બિટકોઈનને મુદ્રા તરીકે માન્યતા આપવાનો કોઈ જ પ્રસ્તાવ નથી. આ સાથે જ મંત્રાલયે એમ પણ જણાવ્યું કે, સરકાર બિટકોઈન લેવડ-દેવડ પર કોઈ ડેટા એકત્ર નથી કરતી.
સાંસદ સુમલતા અંબરીશ અને ડીકે સુરેશે સરકારને સવાલ કર્યો હતો કે, ‘શું સરકાર પાસે દેશમાં બિટકોઈનને મુદ્રા તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ છે?’ તેના જવાબમાં નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે કહ્યું હતું કે, ‘ના, સર.’