ગુરુવારે સત્તાવાર સૂત્રોએ માહિતી આપી હતી કે, સરકારના રાષ્ટ્રીય ટીકાકરણ ટેકનિકલ સલાહકાર સમુહ (એનજીટીઆઈ) એ કોવિડ -19 એન્ટી-કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો તફાવત વધારીને 12-16 અઠવાડિયા કરવાની ભલામણ કરી છે. કોવેક્સિનના ડોઝ વચ્ચેના અંતરાલમાં કોઈ ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી નથી.
એનટીએજીઆઈ, એ જણાવ્યુ હતુ કે, સગર્ભા સ્ત્રીઓને કોઈ પણ કોવિડ -19 રસી લેવાનો વિકલ્પ આપી શકાય છે અને સ્તનપાન કરાવતી મહિલાઓ જન્મ આપ્યા પછી કોઈપણ સમયે રસી આપી શકે છે.
આધારભુત સુત્રો મુજબ જે લોકો કોરોનાથી પીડિત છે અને તેમને સાર્સ-સીઓવી -2 ચેપ લાગ્યો છે, તેઓને તંદુરસ્ત થયા પછી 6 મહિના સુધી રસી ન લેવી જોઈએ. વર્તમાન પ્રોટોકોલ હેઠળ, રસી પુન રીકવરી પછી 4થી8 અઠવાડિયાના અંતરે રસી આપવામાં આવે છે. યુકેના, કોવિડ -19 કાર્યકારી સમુહે કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેના સમયગાળામાં 12 થી 16 અઠવાડિયા સુધી સંમતિ આપી છે. પરંતુ કોવેક્સિનના ડોઝ વચ્ચેના સમયગાળામાં કોઈ ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી નથી.