કૃષી બીલના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને સમર્થન કરતા ખેરાલુ,સતલાસણા,વડનગર તાલુકાના ખેડુતોએ ખેરાલુ તાલુકા સેવા સદનમાં મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.
તારીખ 03/12/2020 ના રોજ 11.35 કલાકે ખેરાલુ તાલુકા સેવા સદનમાં મામલતદાર વિ.એસ.કટારીયાને ખેરાલુ,સતલાસણા,વડનગર તાલુકાના ખેડુતોની માંગણી હતી કે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કૃષી વિરોધી ત્રણ બીલો લોકસભામાં પ્રસાર કરવામાં આવ્યા છે. એ ખેડુત વિરધી બીલ તત્કાલ ધોરણે પરત લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર સોંપવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો – કુષી બીલના વિરોધમાં દિલ્લી જઈ રહેલા ખેડુતો પર લાઠીઓ, ટીયર ગેસ, પાણીનો મારો
વર્તમાન સમયમાં ખેડુત વિરોધી કાયદાના વિરોધમાં દેશભરમાં આંદોલન થઈ રહ્યા છે. તેના સમર્થનમાં નામદાર રાજ્યપાલ ને આવેદન આપવામાં આવે છે. જેમાં ખેડુતોની માંગણી છે કે આ કુષી વિરોધી ત્રણ કાયદા રદ કરવામાં આવે. જો એમ નહી કરવામાં આવે તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે.
કૃષી પેદાશો ટેકાના ભાવે નથી ખરીદાતા
વધુમાં ખેડુતોની માંગણી છે કે સરકાર ખેડુતોની કૃષી પરના ટેકાના ભાવે તત્કાલીક ખરીદી કરે. હમણા બાજરી, કપાસ,એરંડા જેની ઉપજો ટેકાના ભાવે સરકાર ખરીદતી નથી જે મામલાનો પણ સમાવેશ આવેદનપત્રમાં કરવામાં આવ્યો હતો.