દેશની સૌથી મોટી ડીઝીટલ પેમેન્ટ અને ફાઈનાન્સીયલ સર્વીસ એપ પેટીએમ અને પેટીએમ ફર્સ્ટ ગેમ ફેન્ટસીને ગુગલે એના પ્લે સ્ટોર ઉપર હટાવી દીધી છે.પરંતુ પેટીએમ ફોર બીઝનેશ અને પેટીએમ મોલ અને પેટીએમ મની એપ અત્યારે પણ પ્લેસ્ટોર ઉપર ઉપલબ્ધ છે.
ધ વાયર ના રીપોર્ટ મુજબ ગુગલે તેના બ્લોગમાં જણાવ્યુ છે કે ગુગલ ઓનલાઈન કેસીનો અથવા બીજી કોઈ અનીયમીત જુગારના એપની મંજુરી નથી આપતુ અને નથી તેવી એપ્સ નુ સમર્થન કરતુ જે સટ્ટાબાજી ને પ્રોત્સાહન આપતુ હોય.પરંતુ ગુગલના બ્લોગમાં પેટીએમનો ઉચ્ચાર નથી કરવામાં આવ્યો.
આ પણ વાંચો –બનાસડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ દ્વારા કરાયેલી પિટિશન હાઈકોર્ટે નકારી
પીટીએમ દ્વારા તેની એપ ઉપર પૈસા જીતવા માટે ફેન્ટસી ક્રીકેટ ફીચર એડ કર્યો હતો જેના કારણે જ ગુગલે આ એપને પ્લેસ્ટોર ઉપર થી હટાવી દીધી છે.જેથી હવે એન્ડ્રોઈડ ફોન ઉપરથી પેટીએમ એપ ડાઉનલોડ નહી થાય. પંરતુ જેના ફોનમાં પહેલાથી જ પેટીએમ એપ ઈન્સ્ટોલ છે તે લોકો એપનો ઉપયોગ કરી શકશે.
આ પ્રતીબંધ ઉપર પેટીએમ તરફથી ટ્વીટ આવ્યુ હતુ જેમા તેમને જણાવ્યુ હતુ કે પ્રીય પેટીએમ યુઝરો, ગુગલ પ્લેસ્ટોર પર ડાઉનલોડ અને અપડેશન માટે તમને નહી મળે, આ સુવિધા તમને જલ્દી જ ઉપલબ્ધ કરવવામાં આવશે. તમારા બધા રૂપીયા સુરક્ષીત છે.તમે પેટીએમ એપનો આનંદ સામાન્ય રીતે લઈ શકશો.
ગુગલની એન્ડ્રોઈડ સીક્યોરીટી અને પ્રાઈવેશી ની વાઈસ પ્રેસીડેન્ટ સુજેન ફ્રે એ કહ્યુ છે કે અમે ઓનલાઈન કેસીનો ની અનુમતી નથી આપતા જે સટ્ટાબાજીને પ્રોત્સાહીત કરતુ હોય. જો કોઈ એપ તેમના યુઝર્સને કોઈ બાહરી વેબસાઈટ ઉપર લઈ જાય છે જ્યા કોઈ પેઈડ ટુર્નામેન્ટ અથવા રોકડ રકમ જીતવાની ઓફર મળતી હોય તો એ અમારા નીયમોની વિરૂધ્ધમાં છે.વધુમાં તેમને જણાવ્યુ હતુ કે અમારી નીતી અમારા યુઝર્સને સંભવીત નુકશાન થી બચાવવાની છે.જ્યારે કોઈ એપ આ નિતીઓનુ ઉલ્લઘંન કરે છે ત્યારે અમે તેમને સુચના આપીયે છીયે,અને જ્યારે એ એપ અમારી સુચના અનુસાર તેમની પોલીસીમાં કોઈ બદલાવ નથી કરતા ત્યારે અમે તેમને ગુગલ પ્લેસ્ટોર ઉપરથી હટાવી દઈયે છીયે.