ગરવી તાકાત
ગુજરાત રાજ્યના LRD ના ઉમેદવારો અત્યારે તેમની પરીક્ષા અને ભરતી પ્રક્રીયાને લઈ આંદોલન ચલાવી રહ્યા છે અને સાથે સાથે સરકાર પાસે માંગ ઉઠાવી રહ્યા છે કે અન્ય ભરતી પણ જાહેર કરો જે જે પોસ્ટ ખાલી પડી છે, એવામાં IBPS દ્વારા વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કો માટે CRP CLERK-X ની કુલ-૧૫૫૭ જગ્યાઓની ભરતી બાબતે જાહેરાત પ્રસિધ્ધ કરતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોમાં એક ખુશીની લાગણી ઉભી થઈ શકે છે, કેમ કે જ્યારથી કોરોના વાઈરસ મહામારી ફેલાઈ છે ત્યારથી બધી જ ભરતી પ્રક્રીયાઓ ઉપર રોક લાગી ગઈ હતી.
આ પણ વાંચો – મીડીયા રીયા સાથે નહી પણ લોકડાઉનમાં નિરાશ્રીત થયેલા લોકોનુ મજાક ઉડાવી રહ્યુ છે
સ્પર્ધાત્મક પરીક્ષાના ઈચ્છુક ઉમેદવાર આ ભરતીના ઓનલાઈન ફોર્મ તેમજ વેબસાઈટ- www.ibps.in પર તા.૦૨/૦૯/૨૦૨૦ થી તા.૨૩/૦૯/૨૦૨૦ સુધી ભરી શકશે. આ ભરતી માટે વયમર્યાદા ૨૦ થી ૨૮ વર્ષ નક્કી કરવામાં આવેલ છે. તેમજ વયમર્યાદામાં સરકારશ્રીનાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર છે. ફોર્મ ભરવા માટે લઘુત્તમ લાયકાત સ્નાતક તથા તેને સમકક્ષ છે. ફિ ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે. જે SC/ST/PWBD/EXSM માટે રૂ.૧૭૫/- છે, જ્યારે અન્ય ઉમેદવારો માટે રૂ.૮૫૦/- ફી છે. પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. જે ઉમેદવાર પ્રિલીમરી પરીક્ષા પાસ કરશે તેમાંથી પસંદગીપાત્ર ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.