— ક્રૂડ તેલમાં સીમિત સુધારોઃ કોટન, નેચરલ ગેસ, મેન્થા તેલમાં વૃદ્ધિ :
— રબરમાં નરમાઈનો માહોલઃ બુલડેક્સ વાયદામાં 93 પોઈન્ટ અને :
— મેટલડેક્સ વાયદામાં 317 પોઈન્ટની મૂવમેન્ટ :
ગરવી તાકાત મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,74,163 સોદાઓમાં કુલ રૂ.14,621.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 93 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના એપ્રિલ વાયદામાં 317 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 76,534 સોદાઓમાં કુલ રૂ.4,789.73 કરોડનાં કામકાજ થયાં હતાં.
સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,562ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,584 અને નીચામાં રૂ.52,310ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.196 ઘટી રૂ.52,553ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.165 ઘટી રૂ.41,830 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.26 ઘટી રૂ.5,202ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,511ના ભાવે ખૂલી, રૂ.160 ઘટી રૂ.52,443ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,617ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,617 અને નીચામાં રૂ.67,973ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 300 ઘટી રૂ.68,470ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 292 ઘટી રૂ.68,569 અને ચાંદી- માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.281 ઘટી રૂ.68,584 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,532 સોદાઓમાં રૂ.1,624.60 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.45 ઘટી રૂ.267.95 અને જસત એપ્રિલ વાયદો રૂ.5.15 ઘટી રૂ.375ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.9.55 ઘટી રૂ.815.90 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.8 વધી રૂ.2,513.60 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.187ના ભાવ થયા હતા. એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 42,797 સોદાઓમાં કુલ રૂ.3,737.71 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,918ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,947 અને નીચામાં રૂ.7,835ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.18 વધી રૂ.7,883 બોલાયો હતો,
જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.50 વધી રૂ.551.80 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,455 સોદાઓમાં રૂ.163.80 કરોડનાં કામકાજ થયા હતા. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.44,070ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.44,540 અને નીચામાં રૂ.43,930ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.540 વધી રૂ.44,500ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,628ના ભાવે ખૂલી, રૂ.111 ઘટી રૂ.17088 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.40 વધી રૂ.1083.80 થયો હતો. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 16,563 સોદાઓમાં રૂ.2,519.88 કરોડનાં 4,803.689 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 59,971 સોદાઓમાં કુલ રૂ.2,269.85 કરોડનાં 331.558 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,820 સોદાઓમાં રૂ.1,313.55 કરોડનાં 16,64,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 27,977 સોદાઓમાં રૂ.2,424 કરોડનાં 44230000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 793 સોદાઓમાં રૂ.133.60 કરોડનાં 30050 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 640 સોદાઓમાં રૂ.29.77 કરોડનાં 271.8 ટન, રબરના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ.0.43 કરોડનાં 25 ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,533.629 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 390.846 ટન, ક્રૂડ તેલમાં 478900 બેરલ અને નેચરલ ગેસમાં 12635000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 128250 ગાંસડી, મેન્થા તેલમાં 466.2 ટન, રબરમાં 62 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 557 સોદાઓમાં રૂ.45.05 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 548 સોદાઓમાં રૂ.43.84 કરોડનાં 574 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 9 સોદાઓમાં રૂ.1.21 કરોડનાં 11 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 759 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 38 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 15,313ના સ્તરે ખૂલી, 93 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 60 પોઈન્ટ ઘટી 15,298ના સ્તરે અને મેટલડેક્સ એપ્રિલ વાયદો 21,801ના સ્તરે ખૂલી, 317 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 196 પોઈન્ટ ઘટી 22073ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 44288 સોદાઓમાં રૂ.4,260.97 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.369.54 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.128.62 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,561.90 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,200.18 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 121.64 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં નેચરલ ગેસ એપ્રિલ રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.18.45 ખૂલી, ઊપરમાં રૂ.24.60 અને નીચામાં રૂ.12.50 રહી, અંતે રૂ.6 વધી રૂ.23.50 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.440 ખૂલી, ઊપરમાં રૂ.467.40 અને નીચામાં રૂ.415 રહી, અંતે રૂ.16.10 વધી રૂ.435.60 થયો હતો. સોનું મે રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.630 ખૂલી, ઊપરમાં રૂ.665 અને નીચામાં રૂ.580 રહી, અંતે રૂ.105.50 ઘટી રૂ.648 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો નેચરલ ગેસ એપ્રિલ રૂ.540ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.13 ખૂલી, ઊપરમાં રૂ.22.45 અને નીચામાં રૂ.13 રહી, અંતે રૂ.1.40 ઘટી રૂ.16.60 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ મે રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.290.10 ખૂલી, ઊપરમાં રૂ.318 અને નીચામાં રૂ.274 રહી, અંતે રૂ.1.10 વધી રૂ.297.80 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.200 ખૂલી, ઊપરમાં રૂ.260 અને નીચામાં રૂ.200 રહી, અંતે રૂ.41 વધી રૂ.222 થયો
તસ્વીર અને અહેવાલ : નૈમિષભાઇ ત્રિવેદી — મુંબઈ