MCX પર સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં વધારો

November 30, 2021
MCX

બુલડેક્સ ફ્યુચર્સમાં 91 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 160 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,33,890 સોદાઓમાં કુલ રૂ.12,411.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 91 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 160 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 54,985 સોદાઓમાં કુલ રૂ.4,470.77 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,980 અને નીચામાં રૂ.47,550 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.323 વધી રૂ.47,908ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.114 ઘટી રૂ.38,900 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ.4,822ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,011 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,231 અને નીચામાં રૂ.62,439 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.576 વધી રૂ.62,621 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.443 વધી રૂ.62,815 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.752 વધી રૂ.62,853 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 13,262 સોદાઓમાં રૂ.2,459.97 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.35 વધી રૂ.211.05 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.05 વધી રૂ.272ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.9.05 વધી રૂ.736.30 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.12.1 વધી રૂ.1,574.20 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.75 વધી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 33,727 સોદાઓમાં કુલ રૂ.2,923.69 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,320ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,417 અને નીચામાં રૂ.5,306 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.208 વધી રૂ.5,394 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.20.20 ઘટી રૂ.385.00 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,279 સોદાઓમાં રૂ.292.78 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,788.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1788.00 અને નીચામાં રૂ.1788.00 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.15.50 ઘટી રૂ.1,788.00 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.19,075ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.19,248 અને નીચામાં રૂ.18,950 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.213 ઘટી રૂ.18,971ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,131.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1135.70 અને નીચામાં રૂ.1129.00 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1.20 વધી રૂ.1129.20 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.70 ઘટી રૂ.935.10 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.190 ઘટી રૂ.31,220 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 16,032 સોદાઓમાં રૂ.2,711.49 કરોડનાં 5,641.623 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 38,953 સોદાઓમાં કુલ રૂ.1,759.28 કરોડનાં 276.729 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.280.47 કરોડનાં 13,240 ટન, જસતના વાયદાઓમાં રૂ.359.52 કરોડનાં 13,275 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,134.49 કરોડનાં 15,420.000 ટન, નિકલના વાયદાઓમાં રૂ.607.26 કરોડનાં 3,897.000 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.78.23 કરોડનાં 4,200 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 20,951 સોદાઓમાં રૂ.2,018.83 કરોડનાં 37,57,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 12,776 સોદાઓમાં રૂ.904.86 કરોડનાં 2,36,27,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.04 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 1,151 સોદાઓમાં રૂ.128.63 કરોડનાં 40750 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 91 સોદાઓમાં રૂ.3.44 કરોડનાં 36.36 ટન, રબરના વાયદાઓમાં 34 સોદાઓમાં રૂ.0.84 કરોડનાં 44 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,002 સોદાઓમાં રૂ.159.83 કરોડનાં 14,350 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,071.931 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 517.465 ટન, એલ્યુમિનિયમમાં 11,875 ટન, જસત વાયદામાં 7,625 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,867.500 ટન, નિકલ વાયદામાં 2,620.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,275 ટન, ક્રૂડ તેલમાં 6,42,100 બેરલ અને નેચરલ ગેસમાં 57,15,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 104 ટન, કોટનમાં 131350 ગાંસડી, મેન્થા તેલમાં 344.16 ટન, રબરમાં 62 ટન, સીપીઓમાં 88,880 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,769 સોદાઓમાં રૂ.157.54 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 811 સોદાઓમાં રૂ.63.91 કરોડનાં 897 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 771 સોદાઓમાં રૂ.79.42 કરોડનાં 947 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,633 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 724 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,225ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,291 અને નીચામાં 14,200ના સ્તરને સ્પર્શી, 91 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 72 પોઈન્ટ વધી 14,249ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,720ના સ્તરે ખૂલી, 160 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 187 પોઈન્ટ વધી 16,801ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 27,868 સોદાઓમાં રૂ.2,106.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.106.10 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.31.82 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,967.93 કરોડનાં કામકાજ થયાં હતાં.  

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0