ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કપાસ, સીપીઓ, રબરમાં સુધારોઃ કોટન, મેન્થા તેલમાં ઘટાડોઃ બુલડેક્સ
ફ્યુચર્સમાં 53 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 107 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,29,961 સોદાઓમાં કુલ રૂ.11,787.42 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ
રૂ.149 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.211 ઘટ્યો હતો. સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી
હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ને નેચરલ ગેસ બંનેમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં થઈ હતી. કૃષિ કોમોડિટીઝમાં
કપાસ, ક્રૂડ પામતેલ (સીપીઓ) અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારા સામે રૂ (કોટન) અને મેન્થા
તેલમાં ઘટાડો ભાવમાં થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 53 પોઈન્ટ અને
બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 107 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ પર 39,015 સોદાઓમાં કુલ રૂ.2,817.66 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.47,185ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,264 અને નીચામાં રૂ.47,055 સુધી જઈ, પ્રથમ સત્ર
સુધીમાં રૂ.149 ઘટી રૂ.47,111ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ
રૂ.55 ઘટી રૂ.37,955 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 ઘટી રૂ.4,705ના ભાવે ટ્રેડ થઈ રહ્યો
હતો.ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,398 દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.63,487 અને નીચામાં રૂ.63,196 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.211 ઘટી રૂ.63,374
બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.190 ઘટી રૂ.63,623 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.191
ઘટી રૂ.63,634 બોલાઈ રહ્યો હતો.બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ ખાતે 11,705 સોદાઓમાં રૂ.2,022.49 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમસપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.65 વધી રૂ.228.10 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.10 વધી રૂ.254ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.60 વધી રૂ.726 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.13.9વધી રૂ.1,497.30 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે 38,517 સોદાઓમાં કુલ રૂ.3,205.84 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલસપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,264 અને નીચામાંરૂ.5,220 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.71 વધી રૂ.5,249 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસસપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.60 વધી રૂ.400 બોલાઈ રહ્યો હતો.કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 1,273 સોદાઓમાં રૂ.201.88 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલવાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,408ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1408 અને નીચામાં
રૂ.1408 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.25 વધી રૂ.1,408 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો
100 કિલોદીઠ રૂ.17,338ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,338 અને નીચામાં રૂ.17,125 સુધી જઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.51 વધી રૂ.17,269ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ
રૂ.1,117.80ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1117.80 અને નીચામાં રૂ.1111.80 સુધી જઈ, પ્રથમ સત્રસુધીમાં રૂ.1.70 વધી રૂ.1113.70 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ
રૂ.5.10 ઘટી રૂ.954.90 અને એમસીએક્સ કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.30 ઘટી રૂ.25,590 બોલાઈ
રહ્યો હતો.કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,302 સોદાઓમાં
રૂ.1,877.26 કરોડનાં 3,979.395 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 28,713 સોદાઓમાં કુલ રૂ.940.40
કરોડનાં 148.057 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.332.03 કરોડનાં
14,610 ટન, જસતના વાયદાઓમાં રૂ.308.90 કરોડનાં 12,215 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.702.65 કરોડનાં
9,682.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.567.30 કરોડનાં 3,804 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.111.61 કરોડનાં5,965 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,493 સોદાઓમાં રૂ.683.47કરોડનાં 13,04,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 29,024 સોદાઓમાં રૂ.2,522.37 કરોડનાં6,32,57,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 82 સોદાઓમાં રૂ.6.90 કરોડનાં 2700 ગાંસડી, મેન્થા તેલના
વાયદાઓમાં 226 સોદાઓમાં રૂ.11.38 કરોડનાં 118.8 ટન, રબરના વાયદાઓમાં 24 સોદાઓમાં રૂ.0.43 કરોડનાં
25 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 940 સોદાઓમાં રૂ.183.14 કરોડનાં 16,570 ટનનાં કામકાજ
થયાં હતાં.ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,881.620 કિલો અને ચાંદીના વિવિધવાયદાઓમાં 565.618 ટન, એલ્યુમિનિયમમાં 16,060 ટન, જસત વાયદામાં 7,600 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં
11,042.500 ટન, નિકલ વાયદામાં 2,8260 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 8,975 ટન, ક્રૂડ તેલમાં 6,37,400 બેરલ અનેનેચરલ ગેસમાં 2,01,40,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 192 ટન, કોટનમાં 51925 ગાંસડી, મેન્થા તેલમાં481.68 ટન, રબરમાં 76 ટન, સીપીઓમાં 75,450 ટનના સ્તરે રહ્યો હતો.ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,038 સોદાઓમાં રૂ.85.56 કરોડનાં કામકાજ થયાં હતાં,જેમાં બુલડેક્સ વાયદામાં 474 સોદાઓમાં રૂ.38.01 કરોડનાં 537 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 564સોદાઓમાં રૂ.47.55 કરોડનાં 589 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સવાયદામાં 2,111 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 926 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો14,156ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,180 અને નીચામાં 14,127ના સ્તરને સ્પર્શી, 53 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 32પોઈન્ટ ઘટી 14,148ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 16,088ના સ્તરે ખૂલી, 107પોઈન્ટની મૂવમેન્ટ સાથે 108 પોઈન્ટ વધી 16,169ના સ્તરે પહોંચ્યો હતો.ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 38,413 સોદાઓમાં રૂ.3,453.99 કરોડનુંનોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.299.85 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીનાકોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.17.78 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,136.36 કરોડનાંકામકાજ થયાં હતાં.