સોનાના વાયદાના ભાવમાં 806 અને ચાંદીમાં273 રૂપીયાની વૃદ્ધિ – ક્રૂડ તેલ લપસ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

(નૈમીશ ત્રીવેદી)

કપાસ, કોટન, રબર, સીપીઓના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચારઃ મેન્થા તેલમાં નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 353 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 963 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન 17,95,845 સોદાઓમાં કુલ રૂ.1,35,335.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 353 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 963 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 7,18,061 સોદાઓમાં કુલ રૂ.37,853.93 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.46,452ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,850 અને નીચામાં રૂ.46,416 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.806 વધી રૂ.47,169ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.559 વધી રૂ.37,905 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.55 વધી રૂ.4,685ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,400ના ભાવે ખૂલી, રૂ.784 વધી રૂ.47,119ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.62,097 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,866 અને નીચામાં રૂ.61,980 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.273 વધી રૂ.62,133 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.263 વધી રૂ.62,446 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.254 વધી રૂ.62,444 બંધ થયો હતો.

આ પણ વાંચો – સોનાના ભાવમાં 1,240 અને ચાંદીમાં 5,138નો સાપ્તાહિક ધોરણે કડાકો

બિનલોહ ધાતુઓમાં 1,46,355 સોદાઓમાં રૂ.26,504.40 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.20 ઘટી રૂ.204.75 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.70 ઘટી રૂ.245ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.45.85 ઘટી રૂ.684.40 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.92.8 ઘટી રૂ.1,398.50 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.179ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં 5,89,904 સોદાઓમાં કુલ રૂ.41,306.27 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,107ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,143 અને નીચામાં રૂ.4,655 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.406 ઘટી રૂ.4,732 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8 ઘટી રૂ.284.50 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 12,814 સોદાઓમાં રૂ.1,660.83 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,448ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1490 અને નીચામાં રૂ.1448 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.18.50 વધી રૂ.1,460.50 બંધ થયો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,250ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.18,390 અને નીચામાં રૂ.18,000 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.361 વધી રૂ.18,343ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,155ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1194.60 અને નીચામાં રૂ.1150.10 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.6.60 વધી રૂ.1171.10 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.20 ઘટી રૂ.927.20 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.80 વધી રૂ.26,090 બંધ થયો હતો.

આ પણ વાંચો – સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિ – ક્રૂડ પામતેલમાં 36,730 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,41,509 સોદાઓમાં રૂ.18,016.91 કરોડનાં 38,243.737 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 5,76,552 સોદાઓમાં કુલ રૂ.19,837.02 કરોડનાં 3,140.958 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.1,812.20 કરોડનાં 87,410 ટન, જસતના વાયદાઓમાં રૂ.2,608.51 કરોડનાં 1,05,050 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.13,213.59 કરોડનાં 1,85,787.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.7,780.31 કરોડનાં 53,470.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,089.79 કરોડનાં 60,715 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,70,531 સોદાઓમાં રૂ.14,324.20 કરોડનાં 2,90,20,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,19,373 સોદાઓમાં રૂ.26,982.07 કરોડનાં 93,73,02,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 76 સોદાઓમાં રૂ.2.54 કરોડનાં 344 ટન અને કોટનના વાયદાઓમાં 4,087 સોદાઓમાં રૂ.368.17 કરોડનાં 139175 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 814 સોદાઓમાં રૂ.34.88 કરોડનાં 374.4 ટન, રબરના વાયદાઓમાં 138 સોદાઓમાં રૂ.3.07 કરોડનાં 169 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 7,699 સોદાઓમાં રૂ.1,252.17 કરોડનાં 1,07,720 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,301.334 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 763.304 ટન, એલ્યુમિનિયમમાં 10,975 ટન, જસત વાયદામાં 7,575 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 15,902.500 ટન, નિકલ વાયદામાં 3,178.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,745 ટન, ક્રૂડ તેલમાં 6,77,200 બેરલ અને નેચરલ ગેસમાં 1,58,01,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 192 ટન, કોટનમાં 76500 ગાંસડી, મેન્થા તેલમાં 445.68 ટન, રબરમાં 159 ટન, સીપીઓમાં 86,160 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન 16,659 સોદાઓમાં રૂ.1,362.55 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 7,694 સોદાઓમાં રૂ.591.14 કરોડનાં 8,356 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 8,965 સોદાઓમાં રૂ.771.41 કરોડનાં 9,893 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,310 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,117 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 13,941ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,294 અને નીચામાં 13,941ના સ્તરને સ્પર્શી, 353 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 199 પોઈન્ટ વધી 14,119ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,780ના સ્તરે ખૂલી, 963 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 715 પોઈન્ટ ઘટી 15,132ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 3,12,052 સોદાઓમાં રૂ.26,647.57 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,306.96 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ-પુટ ઓપ્શન્સમાં રૂ.1,106.32 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.23,222.94 કરોડનાં કામકાજ થયાં હતાં.

(નૈમીશ ત્રીવેદી એ મલ્ટીકોમોડીટી એક્ષચેન્જ ઓફ ઈન્ડીયાના સીનીયર મેનેજર છે)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.