અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

સોનાના વાયદાના ભાવમાં રૂ.464 અને ચાંદીમાં રૂ.787નો ઉછાળો

તેલમાં નરમાઈઃ કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.410નો ઘટાડોઃ મેન્થા તેલ, સીપીઓ ઘટ્યાઃ રબરમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 145 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 165 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,60,018 સોદાઓમાં કુલ રૂ.14,118 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 145 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 165 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 68,046 સોદાઓમાં કુલ રૂ.4,299.56 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,941ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,380 અને નીચામાં રૂ.48,911 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.464 વધી રૂ.49,318ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.288 વધી રૂ.39,455 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.33 વધી રૂ.4,891ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,854 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,735 અને નીચામાં રૂ.65,852 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.787 વધી રૂ.66,665 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.729 વધી રૂ.66,777 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.732 વધી રૂ.66,772 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં 12,983 સોદાઓમાં રૂ.2,362.67 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.60 વધી રૂ.210.60 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.50 વધી રૂ.279ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.7 વધી રૂ.735.80 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.12.7 વધી રૂ.1,526.60 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.189ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.   એનર્જી સેગમેન્ટમાં 26,332 સોદાઓમાં કુલ રૂ.2,109.54 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,077ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,124 અને નીચામાં રૂ.6,011 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.51 ઘટી રૂ.6,021 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.80 વધી રૂ.368.10 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 2,430 સોદાઓમાં રૂ.321.13 કરોડનાં કામકાજ થયા હતા. રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,890ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,983 અને નીચામાં રૂ.17,846 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.92 વધી રૂ.17,915ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,105.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1112 અને નીચામાં રૂ.1100 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.2.90 ઘટી રૂ.1101.40 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.40 ઘટી રૂ.933.40 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.410 ઘટી રૂ.32,500 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,396 સોદાઓમાં રૂ.2,272.78 કરોડનાં 4,620.865 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 52,650 સોદાઓમાં કુલ રૂ.2,026.78 કરોડનાં 304.677 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.275.92 કરોડનાં 13,145 ટન, જસતના વાયદાઓમાં રૂ.178.79 કરોડનાં 6,400 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,290.58 કરોડનાં 17,530 ટન, નિકલના વાયદાઓમાં રૂ.549.49 કરોડનાં 3,600 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.67.89 કરોડનાં 3,590 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,276 સોદાઓમાં રૂ.1,233.06 કરોડનાં 20,34,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 12,056 સોદાઓમાં રૂ.876.48 કરોડનાં 2,37,07,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,012 સોદાઓમાં રૂ.110.83 કરોડનાં 33925 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 84 સોદાઓમાં રૂ.3.88 કરોડનાં 41.4 ટન, રબરના વાયદાઓમાં 26 સોદાઓમાં રૂ.0.48 કરોડનાં 27 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,308 સોદાઓમાં રૂ.205.94 કરોડનાં 18,880 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,661.068 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 522.320 ટન, એલ્યુમિનિયમમાં 16,315 ટન, જસત વાયદામાં 7,665 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 15,617.500 ટન, નિકલ વાયદામાં 2,374.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,715 ટન, ક્રૂડ તેલમાં 8,03,000 બેરલ અને નેચરલ ગેસમાં 1,17,17,500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 139375 ગાંસડી, મેન્થા તેલમાં 379.08 ટન, રબરમાં 63 ટન, સીપીઓમાં 80,180 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,030 સોદાઓમાં રૂ.173.19 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 886 સોદાઓમાં રૂ.72.72 કરોડનાં 986 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 920 સોદાઓમાં રૂ.82.58 કરોડનાં 981 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,134 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 954 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,775ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,811 અને નીચામાં 14,666ના સ્તરને સ્પર્શી, 145 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 132 પોઈન્ટ વધી 14,793ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,770ના સ્તરે ખૂલી, 165 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 150 પોઈન્ટ વધી 16,825ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 48,197 સોદાઓમાં રૂ.4,851.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.604.18 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.137.32 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,108.58 કરોડનાં કામકાજ થયાં હતાં.