સોનાના વાયદાના ભાવમાં રૂ.918 અને ચાંદીમાં રૂ.3,081નો સાપ્તાહિક ધોરણે કડાકો

શેર કરવા અહીં ક્લિક કરો.

(નૈમીશ ત્રીવેદી)

ક્રૂડ તેલમાં ઉછાળોઃ કપાસ, કોટન, મેન્થા તેલ, સીપીઓમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ રબરમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 503 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 561 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 10 થી 16 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન 20,66,550 સોદાઓમાં કુલ રૂ.1,72,987.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદામાં 10 ગ્રામદીઠ રૂ.918 અને ચાંદીના વાયદામાં કિલોદીઠ રૂ.3,081નો કડાકો બોલાઈ ગયો હતો. નિકલ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધીને બંધ થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં ઉછાળો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, મેન્થા તેલ અને સીપીઓના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો, જ્યારે રબરમાં સુધારો ભાવમાં થયો હતો. સપ્તાહ દરમિયાન બુધવારે કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.13,250 કરોડનું ઉચ્ચતમ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ ક્રૂડ તેલના ઓપ્શન્સમાં રૂ.12,123 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના વાયદામાં 503 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના વાયદામાં 561 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર સોના-ચાંદીમાં 7,79,675 સોદાઓમાં કુલ રૂ.44,975.78 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.46,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,320 અને નીચામાં રૂ.45,812 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.918 ઘટી રૂ.46,076ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.644 ઘટી રૂ.37,218 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.81 ઘટી રૂ.4,620ના ભાવે બંધ થયો હતો.

આ પણ વાંચો – સોનાના વાયદાના ભાવમાં રૂ.149 અને ચાંદીમાં રૂ.211ની નરમાઈ

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.63,992 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.64,206 અને નીચામાં રૂ.60,500 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.3,081 ઘટી રૂ.61,077 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,055 ઘટી રૂ.61,346 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3,057 ઘટી રૂ.61,340 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ ખાતે 1,52,097 સોદાઓમાં રૂ.27,950.37 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.10 વધી રૂ.228.30 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.25 વધી રૂ.254ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.65 વધી રૂ.721.85 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.51.7 ઘટી રૂ.1,470.30 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.187ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે 5,80,632 સોદાઓમાં કુલ રૂ.48,796.38 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,096ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,376 અને નીચામાં રૂ.5,087 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.355 વધી રૂ.5,351 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.20 વધી રૂ.389.50 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 9,484 સોદાઓમાં રૂ.1,363.19 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,414ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1414 અને નીચામાં રૂ.1355 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.31.50 ઘટી રૂ.1,388.50 બંધ થયો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,200ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,375 અને નીચામાં રૂ.16,950 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.58 વધી રૂ.17,312ના ભાવે બંધ થયો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,130ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1141.80 અને નીચામાં રૂ.1100 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.10.60 ઘટી રૂ.1124.90 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.10 ઘટી રૂ.959.10 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.260 ઘટી રૂ.25,610બંધ થયો હતો.

આ પણ વાંચો – કોટનમાં 1,30,600 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.430નો ઉછાળો

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,51,878 સોદાઓમાં રૂ.22,540.37 કરોડનાં 48,151.302 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 6,27,797 સોદાઓમાં કુલ રૂ.22,435.41 કરોડનાં 3,565.929 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.3,560.25 કરોડનાં 1,55,615 ટન, જસતના વાયદાઓમાં રૂ.2,885.94 કરોડનાં 1,13,975 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.11,754.69 કરોડનાં 1,61,112.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.8,643.25 કરોડનાં 57,6810 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,106.24 કરોડનાં 58,955 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,43,989 સોદાઓમાં રૂ.11,675 કરોડનાં 2,23,22,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,36,643 સોદાઓમાં રૂ.37,121.38 કરોડનાં 95,02,77,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 18 સોદાઓમાં રૂ.0.81 કરોડનાં 116 ટન અને કોટનના વાયદાઓમાં 953 સોદાઓમાં રૂ.76.37 કરોડનાં 29850 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 950 સોદાઓમાં રૂ.41.07 કરોડનાં 425.52 ટન, રબરના વાયદાઓમાં 121 સોદાઓમાં રૂ.2.14 કરોડનાં 125 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 7,442 સોદાઓમાં રૂ.1,242.80 કરોડનાં 1,11,770 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ ખાતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,520.376 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 702.811 ટન, એલ્યુમિનિયમમાં 15,485 ટન, જસત વાયદામાં 8,130 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,487.500 ટન, નિકલ વાયદામાં 2,7960 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,990 ટન, ક્રૂડ તેલમાં 5,97,900 બેરલ અને નેચરલ ગેસમાં 1,57,43,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન, કોટનમાં 53325 ગાંસડી, મેન્થા તેલમાં 481.68 ટન, રબરમાં 78 ટન, સીપીઓમાં 81,780 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 19,168 સોદાઓમાં રૂ.1,585.12 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 9,515 સોદાઓમાં રૂ.734.30 કરોડનાં 10,457 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 9,653 સોદાઓમાં રૂ.850.82 કરોડનાં 10,480 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,973 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 809 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,214ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,214 અને નીચામાં 13,711ના સ્તરને સ્પર્શી, 503 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 373 પોઈન્ટ ઘટી 13,783ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 16,350ના સ્તરે ખૂલી, 561 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 80 પોઈન્ટ ઘટી 16,071ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 5,25,493 સોદાઓમાં રૂ.48,316.33 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,108.02 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.440.42 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.41,756.62 કરોડનાં કામકાજ થયાં હતાં.

(નૈમીશ ત્રીવેદી એ મલ્ટીકોમોડીટી એક્ષચેન્જ ઓફ ઈન્ડીયાના સીનીયર મેનેજર છે)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.