— ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના ગોળા ગ્રામ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ગોળા ગામે આવેલ સરકારી જમીન ઓર્ગેનાઈઝ કંપનીને પંચાયતની જાણ બહાર આપી દિધેલ હોય તેની સામે વાંધો દર્શાવવામાં આવ્યો છે.
પાલનપુર તાલુકાના ગોળા ગ્રૃપ ગ્રામ પંચાયતના સરપંચ મુળજીભાઈ ધુળાભાઈ શ્રીમાળી દ્વારા આજે જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે ગોળા ગ્રામ પંચાયતના સર્વે નં.૬૪૩ માં સરકારી પડતર જમીન આવેલ છે તે જમીનમાં એક જાતિના લોકોનું ટ્રસ્ટ બનાવી ઓર્ગેનિક ખેતી માટે કંપનીએ જમીનની માંગણી કરતી
માગણીમાં સરપંચ કે ગ્રામ પંચાયતની બોડીને આ બાબતે જાણ કર્યા વગર બારોબાર જમીનોનાં કાગળો બનાવી આપી દેવામાં આવી છે. જે બાબતે સરપંચે વાંધો દર્શાવ્યો છે અને ગામની વસ્તી તથા પશુઓનાં પ્રમાણમાં ગૌચર કે ગામતળ ન હોઈ અને મકાનોથી વંચિત ગરીબ લોકોને પ્લોટ આપવા માટે જમીન નથી તેવા સમયમાં આવી જમીન ગામતળમાં લઈ પ્લોટથી વંચિત લોકોને પ્લોટ મંજુર કરી આપવા આ જમીન ફાળવી આપવા માટે માંગ કરવામાં આવી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર