અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

GMRC Recruitment: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડમાં નોકરીની તક, જાણો અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ

July 7, 2021

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ ભારત સરકાર અને ગુજરાત સરકારનું સંયુક્ત સાહસ છે. જે ગુજરાતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના અમલીકરણનું કામ કરે છે. જીએમઆરસીમાં એક્ઝિક્યુટિવ ડાયરેકટર (સિવિલ)ની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે.

જીએમઆરસીમાં એક્ઝિક્યુટિવ ડાયરેકટર (સિવિલ) ઓન કોન્ટ્રાક્ટ અને એક્ઝિક્યુટિવ ડાયરેકટર (સિવિલ) ઓન ડેપ્યુટેશન માટે અરજી મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2021 છે.

કેટલી પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવલી છેઃ બે પોસ્ટ

પગાર ધોરણઃ 1,50,000-3,00,000

મિનિમમ યર્સ ઓફ એક્સપિરિયન્સ ગ્રુપ એ એક્ઝિક્યુટિવ સર્વિસઃ 22 વર્ષ

જાહેરખબરના દિવસે વયઃ 55 વર્ષ

વધુ માહિતી માટે https://www.gujaratmetrorail.com/careers/ પર જાવ.

સ્ટેશન માસ્તરના 38 પદ માટે નીકળી ભરતી, જાણો અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ

પશ્ચિમ મધ્ય રેલવેએ સ્ટેશન માસ્તરના 38 પદ માટે અરજી મંગાવી છે. આ રિક્રૂટમેંટ જીડીસીઈ ક્વોટામાંથી નીકાળવામાં આવી છે અને આ પદો માટે પશ્ચિમ મધ્ય રેલવેના કર્મચારી જ એપ્લાઇ કરી શકે છે. કુલ 38 પોસ્ટમાં 18 પદ જનરલ કેટેગરી માટે છે. જ્યારે 5 પોસ્ટ એસસી, 3 એસટી તથા 12 પદ ઓબીસી વર્ગ માટે છે. પદ પર ભરતી જનરલ ડિપાર્ટમેંટ કંપીટીટિવ એક્ઝામિનેશન (GDCE)ને ક્લોવિફાય કર્યા બાદ કરાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 જુલાઈ 2021 છે.

એલિજિબિલિટી ક્રાઈટેરિયા

એજ્યુકેશનલ ક્વોલિફિકેશનઃ અરજી કરતા ઈચ્છતા ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.

પગાર ધોરણઃ લેવલ 6 અનુસાર સિલેક્ટ થયેલા ઉમેદવારને વેતન અપાશે.

સિલેક્શન પ્રોસેસઃ આ પદ માટે પસંદગી પ્રક્રિયામાં સૌથી પહેલા ઉમેદવારે કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ પાસ કરવો પડશે. જે પાસ કર્યા બાદ ઉમેદવારોને એપ્ટીટ્યૂડ ટેસ્ટ માટે બોલાવાશે. સીબીટી કે કમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટમાં ખોટો જવાબ આપવાથી નેગેટિવ માર્કિંગ અંતર્ગત એક તૃતીયાંશ માર્ક્સ કાપી લેવાશે, એપ્ટીટ્યૂડ ટેસ્ટમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.

અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર આરઆરસીની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે અરજી માટે આરપીએફ કે આરપીએસએફના કર્મચારી એલિજિબલ નથી.

RRR NTPC Recruitment 2021 જાણો કેવી રીતે કરશો અરજી

સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in પર જાવ.

જીડીસીઈ 2021 નોટિફિકેશન પર ક્લિક કરો.

ઓનલાઈન અરજી પર ક્લિક કરો

હવે અરજીપત્ર ભરો

ડિટેલ્સ સબમિટ કરો.

લેટેસ્ટ અપડેટ અને વધારે જાણકારી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
1:56 am, Jan 24, 2025
temperature icon 15°C
clear sky
Humidity 42 %
Pressure 1014 mb
Wind 8 mph
Wind Gust Wind Gust: 9 mph
Clouds Clouds: 5%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:21 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0