બ્રાહ્મણ સમાજ મંડળ દ્વારા આ ક્રિકેટ પ્રતીયોગીતા નુ આયોજન છેલ્લા ત્રણ વર્ષ થી કરવામાં આવે છે જેમાં આ વખતે પણ ક્રિકેટ પ્રતીયોગીતા મા કુલ આઠ ટીમો દ્વારા ક્રિકેટ પ્રતીયોગીતા નુ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વિજેતા રૂપે પરશુરામ ઈલેવન ટીમે વીજય મેળવ્યો હતો અને અને બીજી ટીમ ના લોકો એ પણ પરશુરામ ઈલેવન ટીમ નો આભાર વ્યકત કર્યો હતો અને બધા ટીમ ના કાર્યકતા ઓ એ પરશુરામ ઈલેવન ટીમના વીજેતાની ટ્રોફી તેમની ટીમના જુના કાર્યકતા સ્વર્ગીય રાકેશ ભાઈ જોષી ના પીતા ના હાથે આપી. સ્વર્ગીય રાકેશ ભાઈ જોષીનુ સપનું સાકાર કર્યુ હતુ. અંબાજી બ્રાહણ સમાજ મંડળ આગેવાનોએ જણાવ્યું હતું કે આ ક્રીકેટ પ્રતીયોગીતાનુ આયોજન એ ફકત રમત માટે નથી પણ આ ક્રિકેટ પ્રતીયોગીતાનુ આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ છે કે, સમસ્ત બ્રાહ્મણ સમાજના ભાઈઓમા ભાઇચારો વધે અને સમાજની એકતા જળવાઈ રહે માટે આ ક્રીકેટ પ્રતીયોગીતાનુ આયોજન કરવામાં આવે છે.