અમદાવાદના નહેરુનગરમાં આવેલ ગીતા સમોસાવાળાની ખુલ્લી દાદાગીરી – ગ્રાહકને કહ્યુ, ફુડ વિભાગમાં હપ્તા આપુ છુ, મારૂ કશુ જ નહી બગાડી શકો !

શેર કરવા અહીં ક્લિક કરો.

અમદાવાદમા આવેલ નહેરુનગરના નામચીન એવા ગીતા સમોસાના દૂકાન માલીકની દાદાગીરી સામે આવી છે. આ દુકાનમાં એક ગ્રાહકની સમોસાની પ્લેટમાં કાંકરીઓ નીકળતાં તેને આ મામલે દુકાનદારને ફરિયાદ કરી હતી. જેમાં આ ડીસ બદલી આપવાનુ કહેવામાં આવતાં દુકાનનો માલીક ગ્રાહક સાથે દાદાગીરી કરી કહેવા લાગ્યો હતો કે, તમારાથી “જે ઉખડતુ હોય તે ઉખાડી લો” તમે મારૂ કશૂ જ નહી બગાડી શકો એમ કહી ગ્રાહકને હડધુત કર્યો હતો. આ દરમ્યાન ગીતા સમોસા દુકાનના માલીકે એમ પણ કહ્યુ હતુ કે, મારા હપ્તા છેક ફુડ ઈન્સ્પેક્ટર સુધી નિયમીતપણે પહોંચે છે. 

આ પણ વાંચો – ભૂસ્તર વિભાગે ડીસા-ધાનેરા રોડ પરથી રેતીની તસ્કરી કરી જતા પાંચ ડમ્પરને ઝડપી પાડ્યા

 

મળતી વિગત પ્રમાણે અમદાવાદના નેહરૂનગરમાં આવેલ ગીતા સમોસાનું ખૂબ જ નામ હતું પણ હવે આ ગીતા સમોસા વાળો નામ નહિ પણ રૂપિયા કમાવવાના ચક્કરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું લોકોમાંથી જાણવા મળેલ છે.  ત્યારે લોકોમાંથી ચર્ચાતી વિગત મુજબ આ ગીતા સમોસામાં તદ્દન હલકી ગુણવતા વાળા બટાકાનો મસાલો અને અન્ય મસાલાનો ઉપયોગ થતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા ખળભળાટ મચી જવા પામેલ છે. એક તો હાલ કોરોના કાળમાં લોકડાઉન ખુલ્યું છે ત્યારે લોકો વિશ્વાસથી સારી દુકાનોમાં હળવો નાસ્તો કરવા જતાં હોય છે ત્યારે આ ગીતા સમસાના સંચાલકો તેમનો ગેરલાભ લઈને વધુ પૈસા લઈને તદ્દન નબળી ગુણવતા વાળો નાસ્તો આપીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. એવામાં લાગતા વળગતા અધિકારીઓ અને ફૂડ ઇન્સ્પેકટર દ્વારા જો આ ગીતા સ્મોસમાં જઈને પુરી તપાસ કરી તેમની દુકાનમાં ખાદ્ય સામગ્રીની ચકાસણી કરીને નમૂના લઈ લેબોરેટરીમાં મોકલે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.