— રાત્રે 3 કલાકે પોલીસ સુઈ જતા પ્રેમીએ પ્રેમિકાને લોક ખોલવા કહ્યું :
— પ્રેમિકાએ લોક ખોલ્યા બાદ બને ભાગવા જતા પ્રેમિકા ઝડપાઇ પ્રેમી ફરાર :
ગરવી તાકાત મહેસાણા : આજના જમાનામાં પ્રેમ એ દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત બની ચુક્યો છે ત્યારે પ્રેમમાં ગળાડૂબ યુવક યુવતીઓ પોતાના પાત્ર માટે કંઈપણ કરવા તૈયાર થતા હોય છે ત્યારે આવોજ કિસ્સો કડીમા સામે આવ્યો છે જ્યાં આગળ એક યુવક યુવતી ફરાર થઈ ગયા બાદ પોલીસ મથકમાં હજાર થયા હતા જ્યાં પોલીસે પ્રેમીને લોકઅપ માં પુરી દીધો હતો ત્યારે મધરાત્રે પ્રેમિકાએ પોલીસ ઊંઘી જતા લોકઅપ ખોલી પ્રેમીને ભગાડી મુક્યો હતો ત્યારે સમગ્ર મામલો હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે
— કડીનો પ્રેમી પોતાની પ્રેમિકા સાથે નંદાસણ પોલીસ મથકમાં હજાર થયો હતો :
કડી તાલુકામાં રહેતો કલ્પેશ રાવળ થોડા સમય અગાઉ પોતાના મહોલ્લામાં રહેતી કિશોરીને લઇ ફરાર થઈ ગયો હતો ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે 3 જુલાઈના રોજ ફરાર યુવક યુવતી પોતાના વકીલ મારફતે નંદાસણ પોલીસ મથકમાં હજાર થયા હતા
— યુવકને પોલીસે લોકઅપમાં પૂર્યો અને યુવતીને મહિલા પોલીસ પાસે દેખરેખ માટે બેસાડી :
નંદાસણ પોલીસ મથકમાં હાજર થયેલા યુવકને રાત્રે પોલીસે લોકઅપમાં રાખ્યો અને યુવતીને દેખરેખ માટે મહિલા જી.આર.ડી. કર્મી પાસે રાખી હતી અને આરોપી કલ્પેશ રાવળને લોકઅપમાં રાખ્યો હતો
— મહિલા પોલીસ કર્મીની આખ લાગી જતા આરોપી ફરાર થયો :
રાત્રી દરમિયાન લોકઅપમાં રાખેલા આરોપી અને બહાર રહેલી યુવતી મધરાત્રે 3 કલાકે પોલીસની આંખ લાગી જતા આરોપી યુવકે પોલીસ ઊંઘી જતા પોતાની પ્રેમિકાને દ્રોવરમાં પડેલી લોકઅપની ચાવી લાવી લોક ખોલવા કહ્યું ત્યારે પ્રેમિકાએ પોતાના પ્રેમીને બહાર કાઢવા ચાવી ચોરી કરી લોકઅપ ખોલી બને ભાગી ગયા હતા જ્યાં અવાજ થતા મહિલા પોલીસ કર્મી ઉઠી જતા લોકઅપમાં આરોપી અને ભોગબનનાર યુવતી નજરર મ પડતા દોડધામ મચી ગઇ હતી
બાદમાં પોલીસે ભોગબનનાર યુવતીને ઝડપી પાડી હતી ક્યારે આરોપી યુવક પોલીસ મથકની દીવાલ કૂદી ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો જોકે સમગ્ર મામલે મધરાત્રે પોલીસ સુઈ જતા આ સમગ્ર ઘટના બની હતી જ્યાં હજુ સુધી આરોપી પોલીસના હાથે લાગ્યો નથી ત્યારે હાલમાં નંદાસણ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ નિકિતાબેન દ્વારા ભોગબનનાર યુવક યુવતી વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી