ગરવીતાકાત અરવલ્લી: બાયડ તાલુકાના ચોઈલા ગામે ગામના યુવકની આંખ ગામની યુવતી સાથે મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો પ્રેમી યુગલ એક જ ગામના અને એક જ સમાજના હોવાથી પરિવારજનો તેમના પ્રેમ નો સ્વીકાર નહિ કરે ના ડર થી ભાગી જઈ પ્રેમ લગ્ન કરી લીધા હતા બરોડા રહેતા યુવક-યુવતી પોલીસ રક્ષણ હેઠળ ચોઈલા ઘરે પરત ફરતા પ્રેમ લગ્નની અદાવત રાખી યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે મારક હથિયારો સાથે ધસી આવી યુવક-યુવતીને માર મારી યુવતીને કારમાં ઉઠાવી જતા વાતાવરણ તંગ બન્યું હતું બાયડ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ઈકો કારનો પીછો કરી યુવતની છોડાવી યુવતની ઈચ્છા મુજબ તેના પતિને સોંપી દીધી હતી યુવતીના પરિવારજનોએ યુવતીને માર મારતા અને સમીરભાઈ રાજેશભાઈ પરમાર નામના યુવકે નિકિતા બેનને માથામાં બેઝબોલ સ્ટિક થી હુમલો કરતા યુવતીને લોહી-લુહાણ હાલતમાં સારવાર અર્થે દવાખાને ખસેડી હતી

ચોઈલા ગામના યુવક જગદીશ ભાઈ સોલંકીએ ગામની નિકિતા નામની યુવતી સાથે બંને પરિવારજનોની વિરુદ્ધ ભાગી જઈ પ્રેમ લગ્ન કરી લીધા હતા યુવક-યુવતી એક વર્ષ પછી યુવકના ઘરે પરત ફરતા યુવતીના પરિવારજનો અને સગા-સંબંધીઓ ને જાણ થતા સોમવારે મધ્ય રાત્રીએ ગેરકાયદેસર મંડળી રચી હલ્લાબોલ કરી યુવક ના ઘરમાં તોડફોડ કરી બંનેને માર મારી નિકિતાનું બળજબરી પૂર્વક ઈકો કારમાં અપહરણ કરી નાસી છૂટતા ભારે ચકચાર મચી હતી યુવકના પરિવારજનોએ બાયડ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ચોઈલા ગામે દોડી આવી પીએસઆઈ રાજપૂતે ઈકો કારનો પીછો કરી યુવતીને બચાવી લઈ ઈજાગ્રસ્ત યુવતીને સારવાર આપી યુવતનીને તેના પતિ ને સોંપી હતી