સૌથી મોટી ટેક કંપની ગૂગલ અને ભારતીય ટેલિકૉમ ઑપરેટર રિલાયન્સ જિયોની પાર્ટનરશિપને કારણે ઇન્ડિયન સ્માર્ટફોન માર્કેટમાં ઘણાં મોટા ફેરફાર અને ચાઇનીઝ બ્રાન્ડ્સ પર જોખમ આવી શકે છે. બન્ને કંપનીઓ સાથે મળીને ભારતમાં અફૉર્ડેબલ 4G અને 5G સ્માર્ટફોન્સ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. એનાલિસ્ટ પ્રમાણે, એવામાં તે ચાઇનીઝ બ્રાન્ડ્સને મોટા પડકારનો સામનો કરવાનો રહેશે, જેમની હાલ કુલ માર્કેટ શૅર 80 ટકાથી વધારે છે.

ગૂગલ અને જિયો પાર્ટનરશિપમાં ભારતના નેટવર્કને 4Gમાંથી 5G પર સ્વિચ કરવાના પ્રયત્ન કરશે અને એવામાં સ્માર્ટફોન માર્કેટ પણ ઝડપથી બદલાઇ શકે છે. આને કારણે સીધું નુકસાન ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓને વેઠવાનો વારો આશે. જેમનું ફોકસ હજી માસ માર્કેટ છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે એવી જ કોઇક સ્થિતિમાં મોટા પ્રમાણમાં માર્કેટ શૅર ચાઇનીઝ કંપનીઓએ ગુમાવવો પડી શકે છે.

માર્કેટ શૅર ઘટશે
કાઉન્ટરપૉઇન્ટના રિસર્ચ ડાયરેક્ટર નીલ શાહે કહ્યું, ‘ભારતમાં 3Gથી 4G આવ્યા પછી ઇન્ડિયન ફોન બ્રાન્ડ્સના શૅર ઝડપથી વધારે ઘટ્યા અને ફક્ત એક ટકો રહી ગયા છે. આ રીતે જિયો અને ગૂગલની પાર્ટનરશિપવાળા 5G સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં આવ્યા પછી ચાઇનીઝ કંપનીઓની માર્કેટ શૅરનો મોટો ભાગ તેમનાથી છીનવાઇ શકે છે.’ હકીકતે, ચાઇનીઝ કંપનીઓ 2021-22 સુધીનો સમય અફૉર્ડેબલ 5G સ્માર્ટફોન લાવવા માટે લેશે, જ્યારે 5જી પ્રાઇસ પૉઇન્ટ્સ માસ માર્કેટ સુધી પહોંચશે.

મોટી બ્રાન્ડ્સને મોટો પડકાર
ટેક્નૉલદી રિસર્ચ ફર્મ સાઇબર મીડિયા રિસર્ચ પ્રમાણે, ગૂગલ અને જિયો અલાયન્સ ચાઇનીઝ અને ગ્લોબલ બ્રાન્ડ્સ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે અને આ માટે તેમણે તૈયાર રહેવાની જરૂર છે. CMRના ઇંડસ્ટ્રી ઇન્ટેલિજેન્સ ગ્રુપમાં રિસર્ચ એનાલિસ્ટ અમિત શર્માએ કહ્યું, “એન્ટ્રી લેવલ સ્માર્ટફોન સેગમેન્ટમાં હજી સ્પેસ છે અને ગૂગલ સાથે જિયોની પાર્ટનરશિપ તે એન્ટ્રી-લેવલ માર્કેટને ફુલ ગ્રોથ તરફ લઈ જઈ શકે છે.”