પંચાયતના નવિન બીલ્ડીંગની દરખાસ્ત તેમજ સરપંચો દ્વારા 15માં નાણાં ઉપાડવા મુદ્દે ચર્ચા
પાલનપુર તાલુકા પંચાયતની મંગળવારના રોજ પંચાયતના સભા ખંડમાં સાધારણ સભા યોજવામાં આવી હતી.જેમાં પાલનપુર તાલુકા પંચાયતનું બિંલ્ડીંગ વર્ષો જુનું હોવાના કારણે જર્જરીત થઇ ગયુ છે.જેથી તાલુકા પંચાયતનું નવિન બિલ્ડીંગ બનાવવામાં માટે સરકાર જગ્યા આપે નહી તો આ જગ્યાને પરનું જુનુ બિલ્ડીંગ તોડી અધતન સુવિધાઓ વાળુ નવુ બિંલ્ડીંગ બનાવવા માટે મંજુરી આપે તે બાબતે ઉચ્ચ કક્ષાએ પ્રપોજલ મોકલવામાં આવી છે.તેમજ પાલનપુર તાલુકાના ગામના વિકાસ માટે આવેલી 15 મી નાણાં પંચની ગ્રાન્ટના કેવી રીતે ઉપાડવા તે બાબતે પંચાયતના એસ.ઓને મળી તેની માહીતી જાણવા અંગેના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સોમવાર અને ગુરુવાર તમામ અધિકારીઓ ફરજીયાત હાજર રહેવા જણાવ્યું હતું. આ બેઠકમાં પાલનપુર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ડાકા,કારોબારી ચેરમેન સંજયભાઇ ચૌધરી સહીત કોંગ્રેસ ભાજપના સભ્યો હાજર રહ્યા હતા.